International

NASAએ રશિયાનું લુના-૨૫ ક્રેશ થયું તે જગ્યાના ફોટોઝ જાહેર કર્યા

વોશિંગ્ટન
ભારત પહેલા રશિયા ચંદ્ર પર પહોંચવાનું હતું, પરંતુ તે આમ કરવામાં નિષ્ફળ ગયું. સોફ્ટ લેન્ડિંગ પહેલા, તેમનું અવકાશયાન લુના-૨૫ ૧૯ ઓગસ્ટના રોજ ચંદ્રની સપાટી સાથે અથડાઈને ક્રેશ થયું હતું. તે જ સમયે, હવે અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ દાવો કર્યો છે કે તેણે તે સ્થાન મળી ગયું છે, જ્યાં રશિયાનું ચંદ્ર મિશન લુના-૨૫ ક્રેશ થયું હતું. અમેરિકન સ્પેસ એજન્સીએ તસવીર જાહેર કરીને આ દાવો કર્યો છે. રશિયન સ્પેસ એજન્સી રોસકોસ્મોસે ૨૧ ઓગસ્ટે લુના-૨૫ના ક્રેશની જાણકારી આપી હતી. આ પછી, નાસાની ન્ઇર્ં કૅમેરા ટીમ અને ન્ઇર્ં મિશન ઑપરેશન ટીમે ન્ઇર્ં અવકાશયાનને સાઇટની તસવીરો લેવા માટે આદેશો મોકલ્યા હતા. આ પછી ખબર પડી કે ક્રેશ પહેલા અને પછીની તસવીરોમાં તફાવત હતો. ક્રેશ પછી લીધેલી તસવીરોમાં એક ખાડો દેખાય છે. ખાડો લગભગ ૧૦ મીટર પહોળો છે. તે ઉતરાણ સ્થળથી લગભગ ૪૦૦ કિલોમીટર દૂર છે. નાસાનો દાવો છે કે ચંદ્રની સપાટી પર દેખાતો આ નવો ખાડો લુના-૨૫ના ક્રેશને કારણે થયો છે. તમને જણાવી દઈએ કે રશિયાએ તેનું ચંદ્ર મિશન લુના-૨૫ ૧૦ ઓગસ્ટે લોન્ચ કર્યું હતું. રશિયા લુના-૨૫ને ૨૧ ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવા માગતું હતું, પરંતુ તે ૧૯ ઓગસ્ટે ક્રેશ થયું હતું. છેલ્લા ૪૭ વર્ષમાં રશિયાનું આ પ્રથમ ચંદ્ર મિશન હતું. પરંતુ તે લેન્ડિંગ પહેલા ક્રેશ થઈ ગયું હતું. આ સાથે રશિયાનું ચંદ્ર મિશન નિષ્ફળ ગયું હતું. અગાઉ ૧૯૭૬માં રશિયાએ તેનું પહેલું અવકાશયાન લોન્ચ કર્યું હતું. જણાવી દઈએ કે ૧૯૫૭માં રશિયા (તે સમયે સોવિયત સંઘ)એ પ્રથમ માનવ નિર્મિત ઉપગ્રહ ‘સ્પુટનિક-૧’ અવકાશમાં મોકલ્યો હતો. રશિયાના યુરી ગાગરીન ૧૯૬૧માં અવકાશમાં મુસાફરી કરનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા હતા. ચંદ્રયાન-૩ એ ૨૩ ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચીને ઈતિહાસ રચ્યો હતો. આ સાથે, ભારત દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો કારણ કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી હજી સુધી કોઈ પહોંચ્યું ન હતું. આ પહેલા રશિયા, અમેરિકા અને ચીને ચંદ્ર પર પગ મૂક્યો હતો, પરંતુ તેઓ દક્ષિણ ધ્રુવ પર ઉતર્યા નહોતા.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *