International

પુતિનના ‘દુશ્મન’ પ્રિગોઝિનનો નવા વાયરલ વિડીયોથી ખળભળાટ મચ્યો

વોશિંગ્ટન
વેગનર પ્રમુખ યેવગેની પ્રિગોઝિનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રિગોઝિન કથિત રીતે આફ્રિકામાં જાેવા મળી રહ્યા છે. વેગનર ગ્રુપ સાથે જાેડાયેલી એક ટેલિગ્રામ ચેનલ દ્વારા બહાર પાડવામાં આવેલી એક નાનકડી ક્લિપમાં પ્રિગોઝિન પોતાની ભલાઈ અને પોતાની સુરક્ષા માટે સંભવિત જાેખમો વિશે વાત કરતા દેખાઈ રહ્યા છે. તેઓ સેના જેવા કપડાં અને ટોપી પહેલા જાેવા મળી રહ્યા છે. આ સાથે જ તેમના જમણા હાથ પર ઘડિયાળ પણ બાંધેલી છે. અત્રે જણાવવાનું કે વેગનર ગ્રુપના ચીફનો આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે રશિયાની એજન્સીઓ તેમના મોતની પુષ્ટિ કરી ચૂકી છે. રશિયાની તપાસ સમિતિએ પુષ્ટિ કરી છે કે ખાનગી સૈન્ય સંગઠન વેગનરના પ્રમુખ યેવગેની પ્રિગોઝીનનું એક વિમાન દુર્ઘટનામાં મોત નિપજ્યું છે. સમિતિના પ્રવક્તા સ્વેતલાના પેટ્રેન્કોએ રવિવારે એક નિવેદનમાં કહ્યું કે ફોરેન્સિક તપાસ બાદ દુર્ઘટનાસ્થળે મળેલા તમામ ૧૦ મૃતદેહોની ઓળખ કરાઈ.
વીડિયોને ચાલુ ગાડીમાં બનાવવામાં આવેલો હતો. જાે કે રોયટર્સના રિપોર્ટ મુજબ તેમના કપડાં ૨૧ ઓગસ્ટના જારી થયેલા એક વીડિયોમાં જાેવા મળેલા ચહેરા સાથે મેળ ખાય છે. વેગનર બોસ એ કહેતા સાંભળવા મળ્યા કે વીડિયો આફ્રિકામાં ફિલ્માવવામાં આવ્યો છે. વીડિયોમાં પ્રિગોઝીન કહે છે કે “તે લોકો માટે જે ચર્ચા કરી રહ્યા છે કે હું જીવિત છું કે નહીં. હું શું કરી રહ્યો છું. આજે આ વીકેન્ડ છે, ઓગસ્ટ ૨૦૨૩નો બીજાે ભાગ, હું આફ્રિકામાં છું. એ લોકો માટે જે મને ખતમ કરવા, કે મારી અંગત જિંદગી, હું કેટલું કમાઉ છું કે જે પણ કઈ તેઓ ચર્ચા કરવાનું પસંદ કરે છે, કરે, આ બધુ ઠીક છે.” આ વાયરલ થયેલી ક્લિપે એક્સ (ટિ્‌વટર) પર મોટી ચર્ચા શરૂ કરી છે. વીડિયોને યુક્રેનના આંતરિક મામલાઓના મંત્રીના સાલહકાર એન્ટોન ગેરાશચેન્કો શેર કર્યો છે. એક યૂઝરે તેના પર ટિપ્પણી કરતા કહ્યું કે “અમે તેમના મોત બાદથી જ પ્રિગોઝિનના આવા વધુ વીડિયો સામે આવવાની આશા રાખી રહ્યા હતા. ખાસ કરીને અંતરંગ જીવન, કમાણી વગેરે વિશે. તો તેઓ હવે ઠીક છે, ૨ મીટર જમીનની અંદર.”
અત્રે જણાવવાનું કે રશિયાની તપાસ સમિતિએ નિવેદનમાં કોઈ જાણકારી આપી નથી કે દુર્ઘટનાનું કારણ શું હોઈ શકે છે. રશિયાના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણે આ સપ્તાહની શરૂઆતમાં કહ્યું હતું કે પ્રિગોઝિન (૬૨) અને તેમના ટોચના સહયોગીઓને લઈને જઈ રહેલું એક અંગત વિમાન મોસ્કોના ઉત્તર પશ્ચિમમાં બુધવારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગના વચ્ચેના રસ્તામાં વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાથી તમામ સાત મુસાફરો અને ૩ ક્રુ સભ્યોના મોત થયા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની સત્તાને પડકારનારા સશસ્ત્ર વિદ્રોહનું પ્રિગોઝિનના નેતૃત્વ કરવાના બે મહિના બાદ આ ઘટના ઘટી હતી. અમેરિકાના પ્રાથમિક ઈન્ટેલિજન્સ આકલનથી એ તારણ કાઢવામાં આવ્યું હતું કે જાણી જાેઈને કરાયેલા વિસ્ફોટના કારણે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. રશિયાએ આ તારણને ફગાવતા સંપૂર્ણ રીતે ખોટું ગણાવ્યું હતું. શરૂઆતના આકલનનું વર્ણન કરનારા પશ્ચિમી દેશોના અધિકારીઓમાંથી એકે કહ્યું કે એ નિર્ધારિત કરે છે કે પ્રિગોઝિનને લક્ષિત કરાયા હતા અને પુતિનનો ‘પોતાના આલોચકોને ચૂપ કરાવવાની કોશિશનો એક લાંબો ઈતિહાસ રહ્યો છે.’

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *