International

ઓવલ ટેસ્ટ બાદ ડેવિડ વોર્નરની નિવૃત્તિ અંગેનું સસ્પેન્સ ઘેરાયું

લંડન
ઓસ્ટ્રેલિયાના ટોચના બેટ્‌સમેન ડેવિડ વોર્નર ઓવલમાં અંતિમ એશિઝ ટેસ્ટ બાદ નિવૃત્તિના પ્રશ્ન પર હસી પડ્યો હતો જેને પગલે તેની નિવૃત્તિને લઈને સસ્પેન્સ ઘેરાયું છે. જાે કે વોર્નરે આગામી વર્ષે ક્રિકેટના લાંબા ફોરમેટમાંથી નિવૃત્તિની સ્પષ્ટતા કરી હતી. ઈંગ્લેન્ડના પૂર્વ સુકાની માઈકલ વોને અગાઉ જણાવ્યું હતું કે, ઓલ્ડ ટ્રેફોર્ડ ટેસ્ટમાં ઓસી. ઓપનર વોર્નરની ટેસ્ટ નિવૃત્તિનો ગણગણાટ સંભળાયો હતો. છેલ્લા કેટલાક સમયથી વોર્નર એશિઝ બાદ ટેસ્ટમાંથી નિવૃત્તિ લેશે તેવી ચર્ચાએ પણ વેગ પકડ્યો છે ત્યારે વોર્નરે એશિઝ શ્રેણીની અંતિમ ટેસ્ટ અગાઉ આ પ્રકારની વાતોને રદીયો આપ્યો હતો. વોર્નરે જણાવ્યું કે, હું કોઈ જાહેરાત કરવાનો નથી. હું આગામી વર્ષે ઘરઆંગણે પાકિસ્તાન સામેની ત્રણ ટેસ્ટની શ્રેણી બાદ ટેસ્ટ ક્રિકેટ નહીં રમું તેમ વોર્નરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે વોર્નર સીડનીમાં નવા વર્ષના અવસરે રમાનાર ટેસ્ટને તેની ફેરવેલ ટેસ્ટ તરીકે જાેઈ રહ્યો છે. માઈકલ વોન દ્વારા સ્ટીવ સ્મિથની નિવૃત્તિની પણ ચર્ચા ચાલી રહી હોવાનું જણાવાયું હતું. આ અંગે વોર્નરે કહ્યું કે, તે પક્ત એક જાેક છે. હું તેને ગંભરીતાથી નથી લઈ રહ્યો. ૩૬ વર્ષીય વોર્નરે ચાર એશિઝ ટેસ્ટમાં ૨૫.૧૨ની એવરેજથી ૨૦૧ રન કર્યા છે. ઓવલમાં રમાનાર એશિઝ ટેસ્ટ વોર્નરની વિદેશમાં અંતિમ ટેસ્ટ રહી શકે છે. ૫મી એશિઝ માટે ઈંગ્લેન્ડની ટીમ યથાવત્‌ ઓવલમાં પાંચમી અને અંતિમ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે તેની પ્લેઇંગ ઈલેવનમાં કોઈ બદલાવ કર્યો નથી. જેન પગલે ઝડપી બોલર જેમ્સ એન્ડરસરન ટીમમાં રમશે. આ ઉપરાંત ક્વૉડ્રિસેપ્સમાં ઈજામાંથી સ્વસ્થ થયેલા ક્રિસ વોક્સને પણ પાંચમી ટેસ્ટમાં રમાડવાનો ર્નિણય ઈંગ્લેન્ડે કર્યો છે.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *