International

ચંદ્રયાન-૩ના લોન્ચિંગ બાદ સફળતાપૂર્વક ઉતરાણ માટે USAમાં સ્વામિનારાયણ સંતોએ કરી પ્રાર્થના

વોશીંગ્ટન
અવકાશ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતના ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને (ૈંજીઇર્ં) નોંધપાત્ર પ્રગતિ કરી છે. ૈંજીઇર્ંએ ૧૪ જુલાઈએ બપોરે ૨.૩૫ વાગ્યે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન-૩ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ સિદ્ધિથી ભારત અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોએ ખૂબ જ ગર્વ અનુભવ્યો છે. ચંદ્રયાન-૩ મિશન ૨૪ અથવા ૨૫ ઓગસ્ટના રોજ ચંદ્રના ભાગ પર ઉતરાણ કરશે. ત્યારે ચંદ્રયાન-૩નું સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતરાણ થાય તે માટે અમેરિકામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પ્રાર્થના કરી હતી. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી તથા હરિભક્તોએ આ મિશન શોધ અને સંશોધનના નવા યુગની શરૂઆત કરે અને તે આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહે તેવી શુભેચ્છા સાથે હ્રદયપૂર્વક સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી હતી.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *