International

ફ્રાન્સની સરકારે સ્કૂલોમાં પહેરવામાં આવતા કપડાને લઈને મોટો ર્નિણય લીધો

પેરીસ
અબાયા પહેરવા અંગે ફ્રાન્સમાં લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. તમને જણાવી દઈએ કે અહીં ઈસ્લામિક હેડસ્કાર્ફ પહેરવા પર પહેલાથી જ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. બીજી તરફ, શિક્ષણ પ્રધાને રવિવારે કહ્યું કે ફ્રેન્ચ સત્તાવાળાઓ શાળામાં કેટલીક મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા અબાયા ડ્રેસ પહેરવા પર પ્રતિબંધ મૂકશે. તેઓએ દલીલ કરી હતી કે આ ડ્રેસ શિક્ષણના ક્ષેત્રમાં ફ્રાન્સના કડક બિનસાંપ્રદાયિક કાયદાનું ઉલ્લંઘન કરે છે. શિક્ષણ મંત્રી ગેબ્રિયલ અટલે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું, ‘હવે સ્કૂલમાં અબાયા પહેરવું શક્ય નહીં હોય.’ તેમણે કહ્યું કે તેઓ ૪ સપ્ટેમ્બરે વર્ગો ફરી શરૂ થાય તે પહેલાં રાષ્ટ્રીય સ્તરે શાળાના વડાઓ માટે નિયમો જાહેક કરશે. ફ્રેન્ચ શાળાઓમાં અબાયા પહેરવા અંગે મહિનાઓ સુધી ચાલેલી ચર્ચા પછી આ પગલું લેવામાં આવ્યું છે. મહિલાઓ દ્વારા ઇસ્લામિક હેડસ્કાર્ફ પહેરવા પર ઘણા સમયથી પ્રતિબંધ છે. અબાયા એ લૂઝ-ફિટિંગ પૂર્ણ-લંબાઈના વસ્ત્રો છે જે મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે શાળાઓમાં અબાયા પહેરવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. આ સાથે શિક્ષકો અને વાલીઓ વચ્ચે આ મુદ્દે શાળામાં તણાવના અહેવાલો પણ સામે આવ્યા છે. શિક્ષણ મંત્રીએ કહ્યું, ‘ધર્મનિરપેક્ષતાનો અર્થ છે શાળા દ્વારા પોતાની જાતને મુક્ત કરવાની સ્વતંત્રતા. તમે ક્લાસમાં જશો તો માત્ર કોઈને જાેઈને વિદ્યાર્થીઓનો ધર્મ ઓળખી શકશો નહીં. માર્ચ ૨૦૦૪ માં આવેલા કાયદામાં, ધાર્મિક જાેડાણ દર્શાવતા કોઈપણ પ્રકારના પ્રતીક અથવા કપડાં પહેરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ મામલે ક્રોસ, કિપ્પા અને ઇસ્લામિક હેડસ્કાર્ફનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધી, અબાયા અંગે કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો ન હતો. ઘણા મુસ્લિમ સંગઠનો સાથેની રાષ્ટ્રીય સંસ્થા ઝ્રહ્લઝ્રસ્ કહે છે કે માત્ર કપડાં જ ધાર્મિક પ્રતીકો નથી.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *