International

WHOએ દુનિયાને રાહત આપતા કહ્યું, “ચીનના કોવિડ ડેટામાં કોઈ નવો વેરિએન્ટ જાેવા મળ્યો નહીં”

બેઇજિંગ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચીનથી પ્રાપ્ત કોવિડ ડેટા પર વિશ્વને રાહતના સમાચાર આપ્યા છે. ઉૐર્ંએ કહ્યું છે કે ચીનમાં કોરોના વાયરસનો કોઈ નવો વેરિએન્ટ મળ્યો નથી. અગાઉ, વિશ્વને આશંકા હતી કે જાે નવો વેરિએન્ટ આવશે તો રસીની અસરકારકતા પણ ઘટી શકે છે. ચાઈનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (ઝ્રડ્ઢઝ્ર) દ્વારા ચીન સંબંધિત ડેટા ઉૐર્ંને આપવામાં આવ્યો હતો. તેના એક દિવસ પહેલા ઉૐર્ંના અધિકારીઓ ચીનના વૈજ્ઞાનિકોને મળ્યા હતા. ચીનમાં ઝીરો કોવિડ પોલિસી હળવી કરવામાં આવ્યા બાદ કોરોનાના કેસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો. આ કારણોસર સમગ્ર વિશ્વ કોરોનાની નવી લહેરથી ચિંતામાં હતું. હાલમાં કોરોનાના સૌથી વધુ નવા કેસ માત્ર ચીન અને જાપાનમાં જ નોંધાઈ રહ્યા છે. ચીનમાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે મૃતકોના અંતિમ સંસ્કાર માટે લાંબા સમય સુધી રાહ જાેવી પડી હતી. ચીને કોરોના પર જીતનો દાવો કર્યો? શું થશે વિશ્વાસ?.. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના સત્તાવાર અખબાર ધ પીપલ્સ ડેઈલીએ ચિંતાગ્રસ્ત નાગરિકો માટે ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ પર અંતિમ વિજયનો દાવો કર્યો છે. ચીનમાં કોવિડ પ્રતિબંધોની કડકતાને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેના કારણે ચીનમાં પણ અભૂતપૂર્વ વિરોધ જાેવા મળ્યો હતો. દરમિયાન, વિશ્વભરના આરોગ્ય અધિકારીઓ કોરોનાના પ્રકોપને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. મોટાભાગના દેશોએ ચીનથી આવતા નાગરિકો માટે ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. જાે કે ચીને તેની ટીકા કરી છે. ઉૐર્ંના ડાયરેક્ટર-જનરલ ટ્રૂડોસ અધાનમ ઘેબ્રેયસસે એક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે યુએન એજન્સી હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુ અંગે ચીન પાસેથી વધુ ઝડપી અને નિયમિત ડેટા મેળવવાનું ચાલુ રાખી રહી છે. તેમણે કહ્યું કે ઉૐર્ં ચીનના નાગરિકોના જીવનની સુરક્ષાને લઈને ચિંતિત છે. ચીનમાં ગયા મહિને, અત્યંત કડક કોરોના પ્રતિબંધોને અચાનક હટાવવાથી ૧.૪ અબજ લોકોમાં સંક્રમણ ફેલાયું હતું. ચીનમાં લોકોને મળેલી રસી પણ ચેપને રોકવામાં મદદ કરી શકી નથી. ચેપ અંગેના ચીનના સત્તાવાર ડેટામાં ફક્ત તે જ લોકોનો સમાવેશ થાય છે જેમના ફેફસાં અથવા શ્વસન માર્ગના ચેપમાં વાયરસ હોવાનું જણાયું હતું. ઓમિક્રોનના સબવેરિયન્ટ્‌સ સંક્રમણ ફેલાવવા માટે જવાબદાર?.. ઉૐર્ં ને આપવામાં આવેલ ચાઈનીઝ ડેટા અનુસાર જાે માનીએ તો, ચાઈનાના ઝ્રડ્ઢઝ્ર વિશ્લેષણમાં સ્થાનિક રીતે મેળવેલા ચેપમાં ર્ંદ્બૈષ્ઠિર્હ વેરિએન્ટના મ્છ.૫.૨ અને મ્હ્લ.૭નું વર્ચસ્વ દર્શાવ્યું હતું. ઓમિક્રોન એ તાજેતરના જિનોમ સિક્વન્સિંગ પર આધારિત પ્રબળ પ્રકાર છે. તેના તમામ પ્રકારો સંક્રમણની ગતિમાં સતત વધારો અને ઘટાડો કરી રહ્યા છે. અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોએ ચીનમાં કોરોના કેસને લઈને જાહેર કરવામાં આવેલા સરકારી ડેટા પર શંકા વ્યક્ત કરી છે. આ દેશોનો દાવો છે કે ચીને આજ સુધી વાસ્તવિક આંકડા જાહેર કર્યા નથી.

File-01-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *