International

આ વિદેશમંત્રીનો મોટો ખુલાસો, ભારતે રશિયા-યુક્રેન યુદ્ધમાં પરમાણુ હુમલો થતો અટકાવ્યો

વોશિંગ્ટન
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કનનું રશિયા-યુક્રેન યુદ્ધને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે ભારત અને ચીનના કારણે અત્યાર સુધી યૂક્રેન પર રશિયાએ પરમાણુ હુમલો કર્યો નથી. ય્૨૦ શિખર સંમેલન માટે પોતાની ભારત યાત્રા પહેલા ધ એટલાન્ટિકને આપેલા ઈન્ટરવ્યૂમાં બ્લિન્કને કહ્યુ- પુતિન આ યુદ્ધમાં વધુ તર્કહીન રૂપથી જવાબ આપી શકતા હતા. માસ્કો તરફથી વારંવાર પરમાણુ હુમલાની ધમકી આપવામાં આવી. આ એક ચિંતાનો વિષય છે. શું કહ્યું બ્લિન્કને?.. બ્લિન્કને કહ્યું કે આ બંને દેશનો જ પ્રભાવ છે નહીં તો અત્યાર સુધી રશિયા આ યુદ્ધ જીતવા માટે યૂક્રેન પર પરમાણુ કરી ચૂક્યું હોત. બ્લિન્કન જી-૨૦ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે આગામી અઠવાડિયે ભારત આવવાના છે. ધ એટલાન્ટિકને આપવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં તેમણે અનેક વાતનો ખુલાસો કર્યો છે. બ્લિન્કને ભારતના અન્ય દેશો સાથેના સંબંધો પર કહ્યું કે રશિયા દાયકાથી ભારતની નજીક રહ્યું છેઅને તેને સૈન્ય ઉપકરણો પૂરા પાડે છે. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી અમે જાેયું છે કે તે માત્ર રશિયા પર વિશ્વાસ રાખવાની જગ્યાએ અમારા અને ફ્રાંસ જેવા અન્ય દેશોની સાથે ભાગીદારી વધારી રહ્યું છે. ભારત અને ચીને ૧૯૩ સભ્યોના સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં શુક્રવારે યુક્રેન સંઘર્ષની પ્રથમ વર્ષગાંઠ પર યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે મતદાનમાં ભાગ લીધો નહીં. જ્યાં ૧૪૧ સભ્યોએ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું, તો સાતે તેનો વિરોધ કર્યો હતો. ભારત અને ચીન તે ૩૨ સભ્યોમાં હતા, જે વોટિંગ દરમિયાન ગેરહાજર રહ્યાં હતા. ભારત અને ચીન બંનેએ યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે વાતચીત અને શાંતિપૂર્ણ વાતચીતના આહ્વાનની જગ્યાએ અત્યાર સુધી તટસ્થ વલણ અપનાવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે સંયુક્ત રાષ્ટ્રને જણાવ્યું કે યુક્રેન સંઘર્ષ પ્રત્યે ભારતનો દ્રષ્ટિકોણ જન-કેન્દ્રીત બનેલો રહેશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદનને રિપીટ કર્યું કે આ યુદ્ધનો યુગ ન હોઈ શકે.

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *