International

આફ્રિકાના દેશ કેન્યામાં એક પાદરીના કહેવા પર ૪૭ જેટલા લોકોએ ભૂખ્યા રહીને સામૂહિક આત્મહત્યા કરી

કેન્યા
આફ્રિકાના દેશ કેન્યામાં એક પાદરીના કહેવા પર ૪૭ જેટલા લોકોએ ભૂખ્યા રહીને સામૂહિક આત્મહત્યા કરી લીધી હોવાના ચોંકાવનારા સમાચાર છે. પોલીસને આ મૃતદેહ એક પાદરીની જમીન પરથી જ મળી આવ્યા છે. કેન્યાના શાકાહોલાના જંગલમાં પોલીસને હજુ પણ મૃતદેહો મળી રહ્યા છે. એવા રિપોર્ટ્‌સ છે કે ગુડ ન્યૂઝ ઈન્ટરનેશનલ ચર્ચના એક પાદરીએ આ લોકોને કહ્યું હતું કે જાે આ લોકો ભૂખ્યા રહીને પોતાને દફન કરી લેશે તો તેઓ સ્વર્ગમાં જશે અને તેમની મુલાકાત જીસસ સાથે થશે. જાે કે પોલીસ તરફથી આ લોકોના મૃતદેહો છેલ્લા ત્રણ દિવસથી કાઢવામાં આવી રહ્યા છે અને મૃતદેહોની સંખ્યા વધી રહી છે. માલિંદી ઉપ-કાઉન્ટીના પોલીસ પ્રમુખ જ્હોન કેમ્બોઈએ આ ઘટના અંગે જાણકારી આપી. તેમણે જણાવ્યું કે પાદરી પોલ માકેન્જીની જમીન પર હજુ વધુ કબરો ખોદવામાં આવશે. ત્યારબાદ જ આત્મહત્યા કરનારાઓ વિશે ચોક્કસ જાણકારી મળી શકશે. તેમણે કહ્યું કે ૧૪ એપ્રિલના રોજ મૃતદેહ મળ્યા બાદ પાદરીની ધરપકડ કરી લેવાઈ હતી. પાદરીના કહેવા ઉપર જ આ લોકોએ આ પગલું ભર્યું હતું. પોલીસને આખી ઘટના વિશે કેવી રીતે ખબર પડી?… જાણો આ રીત કે જેનાથી આ ઘટના વિષે બધો પર્દાફાસ થઇ… એવું માનવામાં આવી રહ્યું છે કે પોલીસને આ અંગે ગુપ્ત સૂચના મળી હતી જેના આધાર પર પોલીસે માલિંદીમાં પાદરીની સંપત્તિ પર છાપો માર્યો. ત્યારબાદ તપાસમાં પોલીસને એક પછી એક મૃતદેહો મળતા ગયા. ન્યૂઝ વેબસાઈટ કેન્યા ડેઈલીના જણાવ્યાં મુજબ પોલીસ હાલ તમામ મૃતદેહોમાંથી ડીએનએ સેમ્પલ ભેગા કરી રહી છે. જેથી કરીને એ સાબિત કરી શકાય કે આ લોકોના મોત ભૂખ્યા રહેવાના કારણે થયા છે. પોતાને નિર્દોષ ગણાવે છે પાદરી?…. કેમ જાણો.. ધરપકડ બાદ પોલ મેકેન્ઝી એટલે કે પાદરીનું કહેવું છે કે તેમણે લોકોને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કર્યા નથી. તેમણે એમ પણ કહ્યું કે તેણે વર્ષ ૨૦૧૯માં જ ચર્ચ બંધ કરી દીધુ હતું. જાે કે આ મામલે પોલીસ તરફથી કોઈ જ ઢીલાશ દેખાડવામાં આવી રહી નથી. પાદરીના કારણે પહેલા પણ થયા હતા મોત?… આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે પાદરી પોલ મેકેન્ઝીનું નામ અંધવિશ્વાસ સાથે જાેડાયેલું છે. આ અગાઉ ૨૦૧૯માં અને તે વર્ષે માર્ચમાં પણ પોલીસ તેમની ધરપકડ કરી ચૂકી છે. ૨૦૧૯માં તેમના કારણે બે બાળકોના મોત થયા હતા. માતા પિતાની ફરિયાદ પર પોલીસે તેમના વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તે વખતે ૧૦ હજાર કેન્યન શિલિંગ એટલે કે ૬ હજા રૂપિયાના દંડ પર પોલીસે તેમને છોડ્યા હતા. ત્યારબાદ હવે ફરીથી આવી ઘટના જાેવા મળી છે. જેમાં આટલા બધા લોકોના મોત થયા છે.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *