International

ચીનમાં કોરોનાની સ્થિતિ અને અન્ય દેશો પર આ મોટા ખતરા વિષે નિષ્ણાતોએ શું કહે છે જાણો

નોર્વિચ
ચીન હાલમાં કોવિડ-૧૯ના કેસની ગંભીર લહેર અને તેના કારણે મૃત્યુનો સામનો કરી રહ્યું છે. સમય સમય પર તેના વિશે સત્તાવાર માહિતીના અભાવને કારણે આપણે તે નથી જાણતા કે આ લહેર કેટલી ગંભીર છે. પરંતુ તમામ સંકેતોને જાેતાં એવું લાગે છે કે પરિસ્થિતિ ખુબ જ ગંભીર છે. અહેવાલો સૂચવે છે કે હોસ્પિટલો અને શબઘરો ભરેલા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંક્રમણની વર્તમાન લહેર ડિસેમ્બરની શરૂઆતમાં ચીનમાં ‘ઝીરો કોવિડ પોલિસી’ હેઠળ પ્રતિબંધો હટાવવાને કારણે આવી છે, પરંતુ આ સંપૂર્ણ રીતે સાચું નથી. પ્રતિબંધો હળવા થયા પહેલા જ ચીનમાં કેસ વધી રહ્યા હતા. મને લાગે છે કે રસી લીધા પછી લાંબા સમય સુધી ‘ઝીરો કોવિડ વ્યૂહરચના’ ચાલુ રાખવી એ કેસોમાં જંગી વધારાનું કારણ હતું. આપણે જાણીએ છીએ કે રસીકરણ દ્વારા આપવામાં આવતી રોગપ્રતિકારક શક્તિ થોડા મહિના પછી ઓછી થઈ જાય છે. એક અપ્રકાશિત અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પ્રથમ બૂસ્ટર ડોઝના આઠ મહિના પછી ચેપ સામે કોઈપણ રક્ષણ મળતુ નથી. ગંભીર રોગોથી રક્ષણ લાંબો સમય ચાલે છે, પરંતુ તેનો અંત પણ આવે છે. ચીનમાં ફેબ્રુઆરી ૨૦૨૨માં રસીકરણ લગભગ પૂર્ણ થઈ ગયું હતું. તેથી પાનખર પછી સંક્રમણ સામે રક્ષણ મોટાભાગે સમાપ્ત થવાનું શરૂ થયું હશે. જાે કે ગંભીર રોગોથી રક્ષણ લાંબા સમય સુધી ચાલે છે પરંતુ તેમ છતાં તે સમાપ્ત થાય છે. તેનાથી વિપરીત ન્યુઝીલેન્ડે રસીકરણ અભિયાન પૂર્ણ થયા પછી કોવિડ નિયંત્રણ નીતિનો અંત કર્યો હતો. અપેક્ષા મુજબ પ્રતિબંધો હટાવવાથી કેસોમાં તીવ્ર વધારો થયો પરંતુ મૃત્યુ દર ઘણા દેશો કરતા ઘણો ઓછો રહ્યો. કોવિડને રોકવા માટે રસીકરણ એ સૌથી સલામત રસ્તો હોઈ શકે છે, પરંતુ અભ્યાસો દર્શાવે છે કે કુદરતી ચેપ પછી રક્ષણ લાંબા સમય સુધી ચાલે છે. જેઓ ‘હાઈબ્રિડ ઈમ્યુનિટી’ ધરાવતા હોય તેમનામાં તે લાંબા સમય સુધી ટકી રહે છે. ‘હાઇબ્રિડ’ રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો તે છે જેમને ચેપ લાગ્યો છે અને રસી પણ આપવામાં આવી છે. આમ તો હાલની લહેર શરૂ થયા સમયે ચીનમાં કેટલાક લોકોમાં ‘હાઇબ્રિડ પ્રતિરક્ષા’ થોડા અંશે ઓછી થઇ હતી પરંતુ સંપૂર્ણ રીતે ખતમ પણ થઇ ગઇ હશે, એવું લાગતું નથી, આ સિવાય ખબરો દ્વારા પણ જાણકારી મળી રહી છે કે, ચીનમાં વૃદ્ધોનું રસીકરણ યુવાઓની તુલનામાં ઓછી થયુ છે. જાે આ સત્ય છે તો આથી સંક્રમણની સાથેસાથે ગંભીર બીમારીઓ અને મોતો પણ થઇ હશે. કેવી રીતે લગાવી શકાય પ્રકોપ પર લગામ? તે પણ છે જાણવા જેવું.. ચીનની હાલની લહેર આગામી સમયમાં પોતાના ચરમ પર પહોંચશે અને પછી નબળી પડશે. પરંતુ તે પોતાના ચરમ પર ક્યારે પહોંચશે અને કેટલી ગંભીર હશે તે વાત પર ર્નિભર કરે છે ખરેખરમાં સંક્રમણના કેટલા મામલા સામે આવી રહ્યા છે. પરંતું આપણે આંકડોઓ વિશે કંઇ જાણતા નથી. સ્વાસ્થ્ય વિશે આંકડાઓમાં જાણકારી આપનારી બ્રિટિશ સંસ્થા ‘એયરફિનિટી’ એ અનુમાન લગાવ્યું છે કે, ડિસેમ્બરથી અત્યાર સુધીમાં સંક્રમણના ૩ કરોડ ૩૨ લાખ મામલે આવ્યા છે અને ૧,૯૨,૪૦૦ મોત થયા છે પરંતુ ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગની બેઠકમાં લીક થયેલી એક જાણકારી અનુસાર અનુમાન છે કે, ડિસેમ્બરના પ્રથમ ૨૦ દિવસમાં લગભગ ૨૫ કરોડ લોકો (જનસંખ્યાના લગભગ ૧૮ ટકા) સંક્રમિત થયા હતા. જાે વાસ્તવિક સંક્રમણ દર અનુમાન કરતા વધારે છે તો લહેરની ચરમ અવસ્થા ખુબ જ વધારે રહેશે પરંતુ આ વધારે સમય સધી રહેશે નહીં અને આપણે આશા રાખી શકીએ કે આવનારા અઠવાડિયામાં કેસમાં સતત ઘટાડો નોંધાઇ શકે છે. ચીનએ હવે શું કરવું જાેઇએ? શું આના પર ચીન કરી શકે કામ ?.. ખરેખરમાં આ પ્રકોપની દિશાને બદલવા માટે ખુબ જ વધારે સમય લાગી શકે છે. આ પ્રકોપ દરમિયાન આરઓ ૧૦ વધુમાં વધુ ૧૮ રહ્યો છે. આરઓનો અર્થ એ થાય છે કે, સંક્રમિત વ્યક્તિ કેટલા લોકોમાં વાયરસ ફેલાવી શકે છે. આરઓ એટલો વધુ હોવા પર લોકડાઉન, શાળાઓ બંધ કરવી અને માસ્ક પહેરવું સંક્રમિણને નિયંત્રિત કરવા માટે પર્યાપ્ત નથી હોતું. ચીન હાલમાં જે સૌથી મહત્ત્વપૂર્ણ કામ કરી શકે છે તે એ છે કે, આ દરમિયાન તેણે પોતાના વૃદ્ધો અને વધુ સંવેદનશીલ વસ્તીવાળા વિસ્તારોમાં રસીકરણને પ્રોત્સાહન આપે.

Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *