International

જાપાનના પ્રધાનમંત્રીના આ નિવેદનથી શરુ થયો વિવાદ?… સો.મીડિયા પર પ્રધાનમંત્રીના નિવેદનને લઈને શરુ થઇ ચર્ચા

ટોક્યો
જાપાનનું નામ સાંભળતા મનમાં શું ખ્યાલ આવતો હશે કે જાપાની ખુબ મહેનતું હોય છે. જે ટેક્નોલોજીના મામલામાં દાયકાઓ સુધી નંબર ૧ રહ્યાં છે. પરંતુ તેનાથી અલગ હવે જાપાનની ઓળખ એક વૃદ્ધ દેશ તરીકે બની રહી છે. જાપાનની વસ્તી વધવી પડકાર નથી, પરંતુ જાપાનના જન્મદરમાં આવેલો ઐતિહાસિક ઘટાડો ચિંતાનો વિષય બનેલો છે. કારણ કે જાપાની લોકો બાળકો પેદા કરવા ઈચ્છતા નથી. જાપાનમાં આ સમસ્યા ખુબ ગંભીર છે. જાપાનની ઘટતી વસ્તી પર ચિંતા કેમ?.. તે જાણો… વર્ષ ૨૦૨૨માં જાપાનમાં ૭,૯૯,૭૨૮ લાખથી પણ ઓછા બાળકોએ જન્મ લીધો… ૧૨૫ વર્ષમાં પ્રથમવાર થયું છે જ્યારે એક વર્ષમાં આટલા ઓછા બાળકોનો જન્મ થયો હોય… જ્યારે વર્ષ ૨૦૨૨માં ૧૫ લાખ ૮૦ હજાર લોકોના મોત થયા… ૧ જાન્યુઆરી ૨૦૨૩ના જાપાનની વસ્તી ૧૨ કરોડ ૪૭ લાખ હતી, જે જાન્યુઆરી ૨૦૨૨ની વસ્તીની તુલનામાં ૦.૪૩ ટકા ઓછી છે… ૨૦૬૫ સુધી જાપાનની વસ્તી ઘટીને ૮ કરોડ ૮૦ લાખ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે, એટલે કે વર્તમાન વસ્તીના મુકાબલે જનસંખ્યા ૩૦ ટકા ઓછી હશે….. દરેક ઈચ્છે છે કે તેનું જીવન લાંબુ હોય, એટલે કે વધુ વર્ષો સુધી જીવે. જાપાનમાં તે થઈ રહ્યું છે, જ્યાં એવરેજ ઉંમર ૮૪ વર્ષ છે. પરંતુ લોકોનું વધુ જીવવું આ સુંદર દેશ માટે સંકટ બની ગયું છે. તેને સરળ ભાષામાં સમજાે તો લોકોની ઉંમર વધી રહી છે, તે નિવૃત્ત થઈ રહ્યાં છે અને તેની જગ્યાએ કામ કરનારાની સંખ્યા ઓછી છે. જાપાનની એક ચતુર્થાંશ વસ્તી ૬૨ વર્ષથી વધુ વયની છે, જે ૨૦૫૦ સુધીમાં વધીને એક તૃતીયાંશ થવાની ધારણા છે. આવનારા સમયમાં જાપાન માટે જનસંખ્યાની કટોકટી કેટલી મોટી સમસ્યા હશે, તે એ વાત પરથી સમજી શકાય છે કે જાપાનની વસ્તી ૬૫ વર્ષથી વધુ વયની ૨૯% છે. તે જ સમયે, શૂન્યથી ૧૪ વર્ષના બાળકોની વસ્તી માત્ર ૧૧૬% છે. જાપાની લોકોના મનમાં શું ચાલી રહ્યું છે?.. તે જાણો… છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં લિવ-ઇન રિલેશનશિપનું ચલણ ખુબ વધ્યું છે. લિવ ઇનમાં રહેતા યુવા પોતાની જિંદગી મજાથી જીવી રહ્યાં છે, પરંતુ માતા-પિતા બનવા ઈચ્છતા નથી. અહીં લોકો બાળકોને ઝંઝટ માનવા લાગ્યા છે. જાપાનની યુવા યુવતીઓ લગ્ન કરવા અને બાળકો પેદા કરવાથી દૂર જઈ રહી છે. જાપાનમાં વર્ષ ૨૦૨૨માં ૨૫થી ૨૯ ઉંમર વર્ગની ૬૬ ટકા યુવતીઓએ લગ્ન ન કર્યાં, જ્યારે ૩૦થી ૩૪ વર્ષની ઉંમરની ૩૯ ટકા યુવતીઓને લગ્ન જીવનથી અંતર બનાવી લીધુ. જાપાનમાં આ આંકડો ડરાવનારો છે. જાપાનની સરકાર જન્મદરને પ્રોત્સાહન આપવા માટે ઘણા પ્રોગ્રામ ચલાવી રહી છે. લગ્ન કરેલા કપલને બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. સરકારે ચાઇલ્ડ કેયર સંસ્થાઓની સેવામાં વિસ્તાર કર્યો છે. વર્ક-લાઇફ બેલેન્સ બનાવવા માટે ઘણી યોજનાઓ ચલવવામાં આવે છે. પરંતુ તેની કોઈ ખાસ અસર જાેવા મળી રહી નથી. હાલમાં જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાએ તે કહેવું પડ્યું કે જાે આ સ્થિતિ રહી તો એક દિવસ જાપાન ગાયબ થઈ જશે. આ નિવેદન આવ્યા બાદ જાપાનના સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રીના નિવેદનને લઈને ઘણા સવાલ ઉભા થવાની સાથે મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *