International

ભારતે પાક.આતંકી અબ્દુલ રહમાન મક્કીને યુએન-લિસ્ટેડ આતંકવાદી જાહેર કર્યો

ન્યૂયોર્ક
ભારતે પાકિસ્તાન સ્થિત આતંકવાદી અબ્દુલ રહમાન મક્કીને બુધવાર (૧ ફેબ્રુઆરી) એ સંયુક્ત રાષ્ટ્ર-લિસ્ટેડ આતંકવાદીના રૂપમાં સામેલ કર્યો છે. વિદેશ મંત્રાલય અનુસાર આ આદેશ તત્કાલ પ્રભાવથી લાગૂ થાય છે. અબ્દુલ રહમાન મક્કી આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા નો ઉપ નેતા છે. અબ્દુલ રહમાન મક્કી આતંકી હાફિઝ સઈદનો સાળો પણ છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે મક્કી એલઈટીનો નાયબ ચીફ છે જેણે એલઈટીના વિદેશી સંબંધો વિભાગના વડા અને શુરાના સભ્ય તરીકે સેવા આપી છે. બે અઠવાડિયા પહેલા, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી તરીકે સૂચિબદ્ધ કર્યો હતો. ગયા વર્ષે ચીને લશ્કર-એ-તૈયબાના નેતાને વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કરવાના ભારતના પ્રયાસને નકારી કાઢ્યા પછી આ યાદી આવી હતી. મક્કીની સૂચિના જવાબમાં, વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાના અભિગમને અનુસરવા માટે પ્રતિબદ્ધ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ હતુ કે અમે લશ્કર આતંકવાદી અબ્દુલ રહમાન મક્કીને લિસ્ટેડ કરવાના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રતિબંધ સમિતિના ર્નિણયનું સ્વાગત કરીએ છીએ. અબ્દુલ રહમાન મક્કી આતંકવાદી હાફિઝ સઈદનો સાળો છે જે ૨૬/૧૧ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. બાગચીએ કહ્યું હતું કે અમે આંતરરાષ્ટ્રીય સમુદાય પર આતંકવાદ વિરુદ્ધ વિશ્વસનીય, ચકાસી શકાય તેવી અને બદલી ન શકાય તેવી કાર્યવાહી કરવા દબાણ કરવાનું ચાલુ રાખીશું. ગયા વર્ષે ભારતે પ્રતિબંધ સમિતિ હેઠળ મક્કી (અબ્દુલ રહેમાન મક્કી) પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને અટકાવવા બદલ ચીનની ટીકા કરી હતી. આ પગલા પર, સંયુક્ત રાષ્ટ્ર (ેંદ્ગ) સુરક્ષા પરિષદના ૧૫માંથી ૧૪ સભ્યો ભારતની તરફેણમાં હતા.

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *