મોસ્કો
ભૂતપૂર્વ રશિયન રાજકારણીએ દાવો કર્યો હતો કે, રશિયન રાષ્ટ્રપતિનો અંત નજીક છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, દેશની ફેડરલ એસેમ્બલીના ભૂતપૂર્વ ડેપ્યૂટી ઇલિયા પોનોમારેવે કહ્યુ હતુ કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક વર્ષથી વધુ સમય સુધી જીવશે નહીં અને ૭ ઓક્ટોબરે તેમનો આગામી જન્મદિવસ જાેઈ શકશે નહીં. યુકે ન્યૂઝ એજન્સી એક્સપ્રેસ સાથે વાત કરતા પોનોમારેવે કહ્યું હતું કે, પુતિનનું પતન ત્યારે થશે જ્યારે યુક્રેન ક્રિમિયા પર ફરીથી દાવો કરશે, જેનો વર્ષ ૨૦૧૪ માં રશિયાએ કબ્જાે કર્યો હતો. પોનોમારેવ ક્રિમિયાના જાેડાણના વિરોધમાં મત આપનારા એક માત્ર ડેપ્યૂટી હતી અને પુતિન પર ચૂંટણીમાં છેડછાડ કરવાનો ખુલ્લેઆમ આરોપ મૂક્યો હતો. કડક કાર્યવાહીના ડરથી તે ૨૦૧૬થી યુક્રેનમાં નિર્વાસિત જીવન જીવી રહ્યા છે. પોનોમારેવે એક્સપ્રેસને જણાવ્યું હતું કે, યુક્રેનિયન સૈન્ય એક દિવસ ક્રિમીયામાં પ્રવેશ કરશે અને પુતિનના શાસનનો અંત લાવશે. તેમણે કહ્યુ હતુ કે, પુતિને જે રીતે પોતાની સ્થિતિ બનાવી છે, તે સૈન્યની હારને ટકાવી શકશે નહીં. યુક્રેન સાથેના યુદ્ધ પર બોલતા પોનોમારેવે કહ્યુ કે, પુતિન જાણે છે કે તેઓ યુદ્ધ હારી રહ્યા છે, પરંતુ તેઓ હજુ પણ માને છે કે તેમની સેના જીતશે. અન્ય એક ઘટનામાં રશિયન સંસદે તેમના ભાષણ દરમિયાન કાન પર નૂડલ્સ લટકાવીને પુતિનની મજાક ઉડાવી હતી. પુતિનના સંબોધન દરમિયાન રશિયન સાંસદ મિખાઇલ અબ્દાલ્કિન કાનમાં નૂડલ્સ લગાવીને તેમનું ભાષણ સાંભળતા હતા. મિખાઈલનો આ વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. ‘કાન પર નૂડલ્સ લટકાવવું’ એક રૂઢિપ્રયોગ છે કે જેનો અર્થ એવો થાય છે કે, વ્યક્તિને ગેરમાર્ગે દોરવી અથવા મૂર્ખ બનાવવી. આ વીડિયો દ્વારા તે બતાવી રહ્યો છે કે, આ મામલામાં પુતિન ખોટું બોલીને અન્ય લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અથવા મૂર્ખ બનાવી રહ્યા છે.
