વોશિંગ્ટન
અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૨૪માં ફરી રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે ત્યાં તેમની સામે હાલની સરકાર જુદા જુદા આરોપો હેઠળ કાયદાકીય કાર્યવાહી કરી રહી છે. જેમાં ૨૦૧૬ની ચૂંટણીમાં પ્રચાર દરમ્યાન એક પોર્ન સ્ટારને અંગત સંબંધો બાબતે મોં બંધ રાખવા મોટી રકમ ચૂકવવા બાબત ના આરોપોનો સામનો કરી રહેલ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ એવા પૂર્વ રાષ્ટ્રપતિ છે જેઓ સામે અમેરિકામાં કાર્યવાહી થઈ રહી છે. જાેકે સ્થાનિક રાજકીય ,સામાજિક અને વ્યાપાર જગતના ભારતીય આગેવાનો ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં હોવાનુ અને ટ્રમ્પ આ વિવાદોમાં સાંગોપાંગ પાર ઊતરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ભારતીય અમેરિકનો બાયડન સરકારની નીતિરીતિ અને કામગીરીથી નારાજ હોવાનુ જણાય આવે છે. પ્રાપ્ત માહિતી મુજબ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ ૩૦થી વધુ ગુનાહિત આરોપોનો સામનો કરી રહેલ છે. જેઓ ૨૦૨૪ની અમેરિકન ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવાની દિશામાં મોખરે હોવાનુ મનાય છે. પરંતુ આ કાનૂની વિવાદ તેઓની ઉમેદવારી જાહેર થવાના આડે મોટી મુસીબત બની શકે છે. જાેકે અમેરિકન સરકારની આ નીતિ રીતિ સામે ડોનાલ્ડ ટ્રમ્પના વ્યક્તિગત અને રાજકીય સમર્થકો ખૂબ જ આક્રોશિત છે. સ્થાનિક ભારતીય સમર્થકો પણ આ વિવાદિત મુદ્દે ટ્રમ્પના સમર્થનમાં મજબૂતાઈથી ઊભા છે. જેઓ આ તમામ કાર્યવાહી રાજકીય પજવણી હોવાનુ જણાવી પોતે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તમામ કાયદાકીય વિવાદોમાં નિર્દોષ છૂટશે તેમ જણાવી રહ્યા છે. આ અંગે અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ લોસ એન્જલસ સ્થિત લેબોન હોસ્પિટાલીટી ગૃપના ચેરમેન અને રિપબ્લિકન પાર્ટીના આગેવાન યોગી પટેલે જણાવ્યું હતું કે બાયડન સરકાર રાજકીય દ્વેષવૃત્તિથી પીડાય છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રખર રાષ્ટ્રવાદી વ્યક્તિત્વ છે. તેઓએ આતંકવાદ વિરોધી ચળવળ અને સ્થાનિક તેમજ વિશ્વ વ્યાપાર વ્યવસ્થામાં અમેરિકાની સ્થિતિ મજબૂત કરી હતી. બાયડન સરકાર રાજકીય અને સુરક્ષા વ્યાપાર એમ તમામ ક્ષેત્રે નિષ્ફળ રહી છે. અમેરિકામાં ચીન અને પાકિસ્તાન હિતેચ્છુઓ સ્થાન મજબૂત બનતા અમેરિકન હિતોને વ્યાપક નુકશાન થઈ રહયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની જાેડી ભારતીય અને અમેરિકન હિતોના રક્ષણ અને સંવર્ધન માટે તેમજ વૈશ્વિક આતંકવાદને નાથવા શ્રેષ્ઠ ર્નિણયશક્તિ ધરાવતી જાેડી હતી. જાેકે આગામી અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જ રિપ્લિકન પાર્ટીના ઉમેદવાર જાહેર થશે અને તે પહેલા તેમના ઉપર લાગેલ કાયદાકીય વિવાદોમાં તે સંપૂર્ણ નિર્દોષ જાહેર થશે તેમ પણ અમારી લાગણી છે.


