International

વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને વર્લ્ડકપ માટે વિશેષ આમંત્રણ આપ્યુ

સિડની
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં ભારતના ઁસ્ નરેન્દ્ર મોદીએ વનડે વિશ્વકપ ૨૦૨૩ માટે ઓસ્ટ્રેલિયન નાગરીકોને આમંત્રણ આપ્યુ છે. વડાપ્રધાન મોદીએ આ મોટી ટૂર્નામેન્ટ માટે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ વિશેષ આમંત્રણ આપ્યુ હતુ. ક્રિકેટ ને લઈ બંને દેશો વચ્ચેના સંબંધોને ખૂબ જ મજબૂતી મળી છે. જેને લઈ પીએમ મોદીએ ઓસ્ટ્રલિયાના વડાપ્રધાન અને નાગરીકોને ભારત આવવા માટે નિમંત્રણ સિડનીના કાર્યક્રમમાં આપ્યુ હતુ.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી ૭ જૂનથી વિશ્વ ટેસ્ટ ચેમ્પિનશિપ ફાઈનલ (ઉ્‌ઝ્ર હ્લૈહટ્ઠઙ્મ) રમાનારી છે. જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા એક બીજાને મજબૂત ટક્કર આપીને વિશ્વ ચેમ્પિયન બનવા માટે પ્રયાસ કરશે. જાેકે બંને દેશોને ક્રિકેટની રમતે સંબંધોને મજબૂત કરવાનુ કામ કર્યુ છે.આગામી ઓક્ટોબર અને નવેમ્બર મહિના દરમિયાન ભારતમાં વનડે ક્રિકેટ વિશ્વ કપ ૨૦૨૩ રમાનાર છે. ભારતીય વડા પ્રધાન ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હોવા દરમિયાન સિડનીમાં એક કાર્યક્રમને સંબોધતા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોને લઈ વાતો કરી હતી. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયાના લોકોને ભારતમાં ક્રિકેટ વિશ્વકપ માટે આવવા માટે કહ્યુ હતુ. ક્રિકેટ દ્વારા બંને દેશોની ડિપ્લોમસીને આગળ વધારવા માટે વડાપ્રધાન અલ્બનીઝને મોદીએ વિશ્વકપ ટૂર્નામેન્ટમાં હિસ્સો બનવા માટે નિમંત્રણ આપ્યુ હતુ.ઓસ્ટ્રેલિયા અને ભારતના વડાપ્રધાન વચ્ચે ત્રણ માસના અંતરમાં જ આ બીજીવાર મુલાકાત થઈ હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ભારત આવ્યા હતા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ ક્રિકેટ મેચને લઈ બંને દેશના વડાપ્રધાનની મુલાકાત થઈ હતી.

Page-06-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *