National

અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકારને ચીન પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાનો પડકાર ફેંક્યો

તેલંગાણા
છૈંસ્ૈંસ્ નેતા અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે તેલંગાણાના આદિલાબાદમાં એક જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે ભાજપ અને ગૃહમંત્રી અમિત શાહ પર જાેરદાર નિશાન સાધ્યું હતું. ઓવૈસીએ ભાજપ પર ધાર્મિક આધાર પર ભેદભાવ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.ઓવૈસીએ કહ્યું, તેઓ (અમિત શાહ) કહે છે કે જાે અમે ઓલ્ડ સિટીમાં સર્જિકલ સ્ટ્રાઈક કરીશું તો શું અમે બંગડીઓ પહેરીને બેઠા છીએ. તેણે કહ્યું- જાે ભાજપમાં એટલી હિંમત હોય તો તેઓ ચીન પર સર્જિકલ સ્ટ્રાઈક કેમ નથી કરતાં. બીજેપીએ મંદિરો માટે કરોડો રૂપિયા મંજૂર કર્યા છે અને તે પછી પણ તેઓ મારા પર આરોપ લગાવે છે કે સ્ટિયરિંગ મારા હાથમાં છે. અને જાે મારા હાથમાં સ્ટિયરિંગ હોય તો તમને કેમ દુખ થાય છે ? ઓવૈસીએ કહ્યું, તેલંગાણામાં કોંગ્રેસના નેતાઓ કહે છે કે જાે રાજ્યમાં તેમની સરકાર આવશે તો તેઓ ૧૦૦ મતવિસ્તારોમાં રામ મંદિરો બનાવશે અને તેના નિર્માણ માટે ૧૦ કરોડ રૂપિયા આપશે. છતાં ભાજપના નેતાઓ કહે છે કે મુસ્લિમોની ખુશામત થઈ રહી છે, મુસ્લિમોને ખુશ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, તેલંગાણાના મુસ્લિમોને કોઈ વાંધો નથી કે મંદિરોને પૈસા કેમ આપવામાં આવે છે. પૈસા આપવાના હોય તો બધાને પૈસા આપો અથવા કોઈને ના આપો.આ દરમિયાન ઓવૈસીએ કહ્યું કે, સત્તારૂઢ બીઆરએસ સરકારે રાજ્યમાં બ્રાહ્મણ સદન બનાવ્યું છે, પરંતુ આજ સુધી મારું ઈસ્લામિક સેન્ટર નથી બન્યું. એક પોલીસકર્મીએ બુરખો પહેરેલી મુસ્લિમ મહિલાને થપ્પડ મારી હતી, તેના પર પણ રાજ્ય સરકાર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. તેણે કહ્યું, હદ ત્યારે થઈ ગઈ જ્યારે તે છોકરી સામે કેસ દાખલ કરવામાં આવ્યો. આ કેવો ન્યાય? તેમ છતાં ભાજપ અમારા પર આરોપ લગાવતી રહે છે.તેમણે કહ્યું કે, જાે ભાજપના લોકો ઓવૈસીનું નામ લઈને પેટ ભરવા માંગતા હોય તો મને તેમાં કોઈ વાંધો નથી. જાે તેઓ તે કરવા માંગતા હોય, તો તેઓ તે કરી શકે છે, અમને તેની સાથે કોઈ વાંધો નથી.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *