બુસાન
ઉત્તર કોરિયાએ મંગળવારે તેના પરમાણુ હથિયારોનો નવો સ્ટોક વિશ્વ સમક્ષ રજૂ કર્યો છે. ત્યાંની સરકારી મીડિયા એજન્સી દ્ભઝ્રદ્ગછએ પરમાણુ હથિયારોની તસવીરો જાહેર કરી છે. સ્ટેટ મીડિયાએ જણાવ્યું છે કે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જાેંગ ઉને ત્યાં ન્યુક્લિયર વેપન્સ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી અને નવા પરમાણુ હથિયારો અને દુશ્મન પર કાઉન્ટર એટેક ઓપરેશનનું નિરીક્ષણ કર્યું હતું. ખરેખરમાં નોર્થ કોરિયાએ પહેલીવાર દુનિયાને પોતાના પરમાણુ હથિયાર બતાવ્યા છે. આ એવા સમયે થયું છે જ્યારે અમેરિકાનું યુદ્ધ જહાજ મિલિટરી ડ્રિલ્સ માટે દક્ષિણ કોરિયા આવ્યું છે. આ તરફ ઉત્તર કોરિયાએ તેનાથી પણ વધુ ખતરનાક પરમાણુ હથિયારો બનાવવાની વાત કરી છે. ઉત્તર કોરિયાએ તેના પરમાણુ શસ્ત્રોનું નામ હવાસેન-૩૧ રાખ્યું છે. પરમાણુ નિષ્ણાતો માને છે કે ઉત્તર કોરિયાના શસ્ત્રો નાના હોવા છતાં તેને ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલોનો ઉપયોગ કરીને અમેરિકા અને દક્ષિણ કોરિયામાં તબાહી મચાવી શકે છે. સિયોલ નેશનલ યુનિવર્સિટીના પ્રોફેસર ક્યુન સૂના જણાવ્યા અનુસાર, મંગળવારે પહેલીવાર સત્તાવાર રીતે ઉત્તર કોરિયાના પરમાણુ હથિયારો ૨૦૧૬ની સરખામણીએ મોટા છે. આ સ્પષ્ટપણે પરમાણુ હથિયાર બનાવવાની તેમની પ્રગતિ દર્શાવે છે. મંગળવારે ઉત્તર કોરિયાના પરમાણુ હથિયારોની તસવીર સામે આવ્યા બાદ અમેરિકા એક્ટિવ થઈ ગયું છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા જાેન કિર્બીએ ઉત્તર કોરિયાને પરમાણુ મુક્ત બનાવવાના પ્રયાસો ચાલુ રાખવામાં આવશે તે વાત જણાવી છે. જાેન કિર્બીએ કહ્યું કે હવે ઉત્તર કોરિયા પાસે હથિયારો પણ તૈયાર છે અને તેને છોડવા માટે મિસાઈલ પણ છે. આ પછી, તેમનું ફોક્સ ઝડપથી વધુ મોટા હથિયારો બનાવવા પર રહેશે. સાથે જ કિમ જાેંગ ઉને ન્યુક્લિયર ફેસિલિટીનું નિરીક્ષણ કરતા કહ્યું કે અમારો દુશ્મન કોઈ એક દેશ કે સમૂહ નથી. પરંતુ અમારે વિશ્વમાં થતા કોઈપણ યુદ્ધ સામે સતર્ક રહેવાનું છે. કિમ જાેંગ ઉને એમ પણ કહ્યું કે પરમાણુ હથિયારોને વધારવા પાછળનો અમારો એકમાત્ર ઉદ્દેશ્ય પોતાને સુરક્ષિત રાખવાનો છે. ઉત્તર કોરિયા અમેરિકા સામે ઝૂકવા તૈયાર નથી અમેરિકાએ ઉત્તર કોરિયાના પરમાણુ શસ્ત્રો મેળવવાના લક્ષ્યને પ્રતિબંધો સાથે કચડી નાખવાના અનેક પ્રયાસો કર્યા છે. સ્ટેટિસ્ટા રિસર્ચ ડિપાર્ટમેન્ટ મુજબ ઉત્તર કોરિયા સૌથી વધુ પ્રતિબંધો સાથે દેશમાં ચોથા નંબર પર આવે છે. તેના પર ૨ હજારથી વધુ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.


