National

ઔરંગાબાદમાં સમાધાન યાત્રા દરમિયાન મુખ્યમંત્રી પર તૂટેલી ખુરસીનો ટુકડો ફેંકવામાં આવ્યો

ઔરંગાબાદ
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સોમવારે માંડ-માંડ બચી ગયા હતા. ઔરંગાબાદમાં ભીડમાંથી તેમના પર તૂટેલી ખુરસીનો ટુકડો ફેંકવામાં આવ્યો હતો. ટુકડો સીએમ તરફ ઝડપથી આવ્યો. જાેકે સીએમ બચી ગયા હતા. આ પછી ત્યાં ભાગદોડ મચી ગઈ હતી. સુરક્ષાકર્મચારીઓએ તેમને ઘેરી લીધા હતા.સમાધાન યાત્રા દરમિયાન મુખ્યમંત્રી નીતીશ કુમાર ઔરંગાબાદના બારુણ પ્રખંડના કંચનપુર પહોંચ્યા. અહીં મુખ્યમંત્રીએ પંચાયલ ભવનનું ઉદઘાટન કરવાનું હતું. અહીં ઉદઘાટન પછી સીએમ સુરક્ષાકર્મચારીઓ સાથે જવા લાગ્યા. આ દરમિયાન ભીડમાંથી મુખ્યમંત્રી તરફ ખુરસીનો ટુકડો આવ્યો. ખુરસીનો ટુકડો ફેંકવાની જાણકારી મંચ પરથી પણ આપવામાં આવી, પરંતુ કોણે ફેંક્યો એની ઓળખ થઈ શકી નહીં. ડ્રોન મોનિટરિંગની સ્થિતિમાં જ ફેંકનારની ઓળખ થઈ શકતી હતી, પરંતુ ત્યાં ડ્રોન હતું નહીં. આ મામલે ઔરંગાબાદ જિલ્લા પ્રશાસન તરફથી સ્પષ્ટીકરણ પણ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ખુરસીનો ટુકડો સીએમ તરફ કોઈ ષડયંત્ર સાથે ફેંકવામાં આવ્યો નથી. ત્યાં લોકો અતિઉત્સાહમાં નારેબાજી કરી રહ્યા હતા, થોડાં બાળકો સીએમને જાેવા માટે ખુરસી ઉપર ચઢી ગયાં હતાં. લગભગ આ સ્થિતિમાં ખુરસી તૂટી ગઇ અને એનો ટુકડો ઊછળીને અંદર આવી ગયો હશે. નોંધનીય છે કે કાર્યક્રમ પછી લોકો પોતાની સમસ્યા સીએમને જણાવવા ઇચ્છતા હતા, પરંતુ સુરક્ષાના કારણે તેઓ સીએમ પાસે જઈ શક્યા નહીં. આ દરમિયાન કોઈએ ગુસ્સામાં આવીને ખુરસીનો ટુકડો ફેંક્યો હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *