National

તુર્કીમાં ૨૧ દિવસ બાદ કાટમાળમાંથી જીવતો ઘોડો નીકળ્યો, બધા આશ્ચર્યજનક સ્થિતિમાં આવ્યા

તુર્કી
આ મહિનાની શરૂઆતમાં તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપના ૨૧ દિવસ બાદ અદિયામાન શહેરમાં એક ઈમારતના કાટમાળમાંથી એક ઘોડો જીવતો મળી આવ્યો છે. તાંસુ યેગન નામના યુઝરે ટિ્‌વટર પર એક ક્લિપ શેર કરી છે, જેમાં સ્વયંસેવકોની એક ટીમ કાટમાળમાંથી આ ઘોડાને બહાર કાઢતી જાેવા મળી રહી છે. આ વિડિયો શેર કરતાં તેણે લખ્યું, ‘અદ્ભુત, અદ્ભુત, અદ્ભુત… અદિયામાનમાં ભૂકંપના ૨૧ દિવસ પછી, ટીમે બિલ્ડિંગના કાટમાળમાં જીવતા મળી આવેલા ઘોડાને બચાવ્યો.’ જણાવી દઈએ કે ૬ ફેબ્રુઆરીએ તુર્કીમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ અદિયામાનને ઘણું નુકસાન થયું હતું. આ ભૂકંપ એટલો જાેરદાર હતો કે તેના આફ્ટરશોક હજુ પણ અનુભવાઈ રહ્યા છે. અહીં દેશના દક્ષિણ ભાગમાં સોમવારે ૫.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેને આફ્ટરશોક માનવામાં આવે છે. આ તાજેતરના ભૂકંપમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે કેટલીક ઇમારતો જે પહેલેથી જર્જરિત હતી તે જમીન પર ધસી ગઈ હતી. દેશની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી એએફએડીના વડા યુનુસ સેઝરે જણાવ્યું હતું કે સોમવારના ભૂકંપનું કેન્દ્ર માલત્યા પ્રાંતના યેસિલ્ટર શહેરમાં હતું. આ ભૂકંપમાં ૬૯ લોકો ઘાયલ થયા હતા, જ્યારે બે ડઝનથી વધુ ઈમારતો ધરાશાયી થઈ હતી. તમને જણાવી દઈએ કે ભૂકંપને કારણે તુર્કી અને સીરિયામાં અત્યાર સુધીમાં ૪૮,૦૦૦ થી વધુ લોકોના જીવ ગયા છે. ૬ જાન્યુઆરીના શક્તિશાળી ભૂકંપથી, આ ક્ષેત્રમાં લગભગ ૧૦,૦૦૦ આફ્ટરશોક્સ આવ્યા છે.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *