મોહાલી
મોહાલીમાં સ્કુલ ઓફ એમિનેંસની શરૂઆત કરવામાં આવી છે.પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ઇડિયન સ્કુલ ઓફ બિજનેસમાં ઉદ્ઘાટન કર્યું તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે આજનો દિવસ એતિહાસીક દિવસ છે અને આજે આપણે તે કામ શરૂ કરી રહ્યાં છે જે પહેલા ફકત કાગળો કે સપનામાં થતા હતાં તેમણે એ પણ કહ્યું કે પંજાબને રંગીલુ બનાવવાનું સપના સુવા દેતા નથી.પંજાબને નશા મુકત બનાવવાનું સપનુ છે ફકત કાગળોમાં સપના સાચા થતા નથી સ્કુલ ઓફ એમિનેંસમાં સ્કુલોની તસવીર બદલાશે. બાળકોના હુનરને શોધવાની જરૂરત છે પહેલા પડાવમાં ૧૧૭ સ્કુલો અપગ્રેડ કરવામાં આવશે. આ દરમિયાન મુખ્યમંત્રી માને કહ્યું કે જયારે કોઇ બાળક વિદેશ કે કોઇ પણ જગ્યાએ નોકરી કે આગળના અભ્યાસ માટે પહોંચશે તો ગર્વથી કહી શકશે કે સરકારી સ્કુલમાં અભ્યાસ કર્યો છે મજબુરીમાં નહીં માનથી સરકારી સ્કુલોમાં બાળકો ભણાવ્યા છે.મુખ્યમંત્રી માને કહ્યું કે એવો કોઇ ફીલ્ડ નથી જયાં યુવતીઓ જઇ શકે નહીં યુવતીઓને ગર્ભમાં મારી નાખશો નહીં તેને જીવવાની તક આપો કંઇક કરીને તો આપો આજના સમયમાં જાેવા મળી રહ્યું છું કે આ રીતે યુવતીઓ પણ ટોપ પર રહી છે. યુવકોને તો ભણાવો આ સાથે જ યુવતીઓને પણ આગળ વધવાની તક આપો માને કહ્યું કે યુવતીઓમાં પણ ખુબ ટેલેટ છે અને ટેલેંટ અમીર ગરીબ હોતું નથી બાળકોના ખુબ ટેલેંટ આર્થિક મજબુરીના કારણે રહી જાય છે બાળકોએ નકલ કરી ભણવું જાેઇએ નહીં હમેશા સાચુ બોલવું જાેઇએ નકલ કરી અભ્યાસ કરશો તો કયાંકને કયાંક પકડાઇ જશો લોકો દુર દુરથી દિલ્હીના સ્કુલોને જાેવા જાય છે અમે પંજાબની સ્કુલોને આમ જ બનાવી અને બધા પંજાબના સ્કુલોને જાેવા આવશે
