National

બલ્લભગઢમાં ૧૫ વર્ષની સગીર બાળકીએ પોતાના ૧૨ વર્ષના માસૂમ ભાઈની હત્યા કરી નાખી

બલ્લભગઢ
બલ્લભગઢમાં એક ૧૫ વર્ષની સગીર બાળકીએ પોતાના ૧૨ વર્ષના માસૂમ ભાઈ જેનું નામ ઓમજી હતું, તેની હત્યા કરી નાખી, કારણ કે તેનું લાગતું હતું કે, તેના માતા-પિતા તેના ભાઈને વધારે પ્રેમ કરે છે. મંગળવાર મોડી સાંજે બલ્લભગઢમાં સનસની ફેલાઈ ગઈ, જ્યારે જાણવા મળ્યું કે, એક ૧૨ વર્ષના બાળકની ગળુ દબાવીને તેના જ ઘરમાં હત્યા કરી દેવામાં આવી છે. બાળકીની માતાના જણાવ્યા અનુસાર તે અને તેના પતિ બંને નોકરી કરે છે. મંગળવારે મોડી સાંજે જ્યારે તેઓ નોકરીએથી પાછા આવ્યા તો,જાેયું કે દીકરો ચાદર ઓઢીને પડ્યો હતો. પહેલા તો દીકરાને જગાડવાની કોશિશ કરી, જ્યારે તે ઉઠ્‌યો નહીં તો, ચાદર હટાવી જાેયું તો, હોશ ઉડી ગયા. બાળકની માતાના જણાવ્યા અનુસાર, બાળકના ગળા પર દબાવીને હત્યા કર્યાના નિશાન હતા. આ સમયે ઘરમાં દીકરો અને તેમની મોટી દીકરી બેજ હતા. આ મામલાની જાણકારી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘટનાની તપાસ શરુ કરી. પોલીસે આ મામલામાં પહેલો શક મૃતકની બહેન જેની ઉંમર ૧૫ વર્ષ છે. જ્યારે પરિવારની હાજરીમાં પોલીસ પુછપરછ શરુ કરી તો, હત્યાનું જે કારણ સામે આવ્યું તે સાંભળીને પોલીસના પણ હોશ ઉડી ગયા હતા. હકીકતમાં જાેઈએ તો, સગીર બાળકીએ જણાવ્યું કે અને તેનો ભાઈ ઉત્તર પ્રદેશમાં પોતાના દાદા-દાદીને ત્યા રહીને ભણે છે. ગરમીની રજામાં થોડા દિવસ પહેલા જ પોતાના માતા-પિતા પાસે આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બાળકીને લાગતું હતું કે, તેના માતા-પિતા દીકરાને વધારે પ્રેમ અને લાડ કરે છે. તેને નહીં. બાળકના પરિવારે તેને એક મોબાઈલ ફોન પણ લાવી આપ્યો. મંગળવારે તેનો ભાઈ ગેમ રમી રહ્યો હતો, ત્યારે બાળકીએ ફોન માગ્યો. ભાઈએ ફોન આપવાની ના પાડી દીધી. તો ગુસ્સામાં આવીને ગળુ દબાવી દીધું. હાલમાં પોલીસ જૂનાઈલ જસ્ટિસ બોર્ડની સામે બાળકીને હાજર કરવાની તૈયારી કરી રહી છે.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *