National

ભૂકંપ બાદ કાટમાળમાં ફસાયેલ સીરિયન બાળકનો વાઈરલ વિડીયો છે ચોંકાવનારો

દમાસ્કસ
તુર્કી અને સીરિયાની સરહદ પર આવેલા ભયાનક ભૂકંપના કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. ભૂકંપના કારણે સર્જાયેલી તબાહી વચ્ચે સીરિયામાંથી એક હૃદયદ્રાવક તસવીર સામે આવી છે. અહીં ૪૦૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૫૫૦૦ થી વધુ ઈમારતો ધરાશાયી થઈ છે. ઉપપ્રમુખ નજહ અલ-અત્તારે કહ્યું છે કે, અમે કાટમાળમાં દટાયેલા લોકોને શોધી રહ્યા છીએ, આથી મૃત્યુઆંક વધી શકે છે. આ દરમિયાન, રાહત અને બચાવકર્મીઓને કાટમાળના ઢગલામાં બે માસૂમ બાળકોને જાેવા મળે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં માસૂમ બાળક પોતાના બચાવનારને કંઈક કહી રહ્યા છે. આ સંવાદ પણ કરુણ છે. વાયરલ વીડિયોમાં કાટમાળ નીચે દટાયેલો બાળક કહે છે, ‘પ્લીજ મારો જીવ બચાવો, મને બહાર કાઢો, હું તમારો ગુલામ બની જઈશ..’ સીરિયામાં આવેલા પ્રચંડ ભૂકંપ બાદ સ્થિતિ નાજુક છે. ત્યાં કાટમાળના ઢગલામાં લોકોની શોધ કરવામાં આવી રહી છે. ધરતીકંપ પછી આવતા હળવા આફ્ટરશોક્સને કારણે પૃથ્વી વારંવાર ધ્રૂજી રહી છે. સોમવારે વહેલી સવારે તુર્કી અને સીરિયામાં ૭.૮ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ અને આફ્ટરશોક્સના કારણે બંને દેશોમાં અત્યાર સુધીમાં ૫૦૦૦થી વધુ લોકોના મોત થયા છે અને ૨૦ હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. અહીં સર્વત્ર મોતનો શોક ફેલાયો છે. કાટમાળમાં જીવતા દટાયેલા લોકોની શોધ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, સોમવારે વહેલી સવારે તુર્કી અને સીરિયામાં ૭.૮ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ અને આફ્ટરશોક્સના કારણે બંને દેશોમાં અત્યાર સુધીમાં ૫૦૦૦થી વધુ લોકોના મોત થયા છે અને ૨૦ હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે બંને દેશોમાં હજારો ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી, જેના કાટમાળમાં હવે જીવતા લોકોની શોધ કરવામાં આવી રહી છે. અહીં સર્વત્ર મોતનો માતમ છવાય ગયો છે, જાેકે આ કાટમાળમાંથી નાના બાળકોની બૂમો પણ સંભળાતી હતી. અહીં રાહત અને બચાવ ટીમને એક ઈમારતના કાટમાળ નીચે ચમત્કારિક રીતે જીવંત નવજાત મળી આવ્યું છે. આ બાળકને કાટમાળમાંથી બહાર કાઢવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. આ નાનકડા વિડિયોમાં, આપણે એક બચાવકર્તાને જાેઈ શકીએ છીએ, જે એક નવજાત બાળકને બચાવવા કાટમાળમાંથી બહાર કાઢે છે.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *