પટણા
બિહારમાં સત્તાધારી મહાગઠબંધનમાં મંત્રીમંડળ વિસ્તારને લઇ સાથી પક્ષોમાં ખેંચતાણ જારી છે.આ વચ્ચે નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે સ્પષ્ટ કર્યું કે મંત્રીમંડળ વિસ્તારમાં કોંગ્રેસને એક કોટા મળવાનું પહેલા જ નક્કી થયું છે.દિલ્હી પટણા પાછા ફર્યા બાદ તેજસ્વીએ વિમાની મથક પર પત્રકારો સાથેની વાતચીત કરતા લાલુ પ્રસાદના આરોગ્યના વિષયમાં કહ્યું કે ઇન્ફેકશનનો વધુ ખતરો છે તેને જાેતા અમે લોકો ધ્યાન રાખી રહ્યાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુલાકાત અને વિરોધ પક્ષોને એકતાના સંબંધમાં પુછવામાં આવેલ એક પ્રશ્ન પર તેમણે કહ્યું કે ઝારખંડ ગયા તો મુખ્યમંત્રી હેમંત સોરેનથી મુલાકાત થઇ અને દિલ્હી ગયા તો અરવિંદ કેજરીવાલથી મુલાકાત થઇ અને બે લોકો બેસે તો વાત તો થાય છે કે દેશમાં શું ચાલી રહ્યું છે શું થઇ રહ્યું છે.તેમણે આ દરમિયાન આગામી લોકસભા ચુંટણીને લઇ કહ્યું કે ભાજપ લોકસભા ચુંટણી ૨૦૨૪ને લઇ ગભરાયેલી છે. તેજસ્વીએ બિહારમાં મંત્રિમંડળ વિસ્તાર પર સ્પષ્ટ કહ્યું કે ગઠબંધન થાય છે તો તેમાં સાથી પાર્ટનર જે હોય છે તે પોત પોતાના પક્ષમાંથી કોણ મંત્રી હશે તેનો નિર્ણય કરે છે સાત પક્ષોના મહાગઠબંધનમાં ચાર પક્ષ સરકારમાં છે અને ત્રણ પક્ષોનું બહારથી સમર્થન છે.હાલ આ તેમનો નિર્ણય હશે કે તે સરકારમાં શામેલ થશે કે નહીં. તેમણે કહ્યું કે પહેલા એ નક્કી થયું હતું કે જયારે વિસ્તાર થશે તો કોંગ્રેસના એક મંત્રી બનાવવામાં આવશે અને આ તો તે સમયે જાહેરાત થઇ હતી.
