મૈસૂર
રાખી સાવંત અને તેનો પતિ આદિલ ખાન દુર્રાની હાલમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં બનેલા છે. લગ્ન બાદથી બંને વચ્ચે બોલાચાલી થઈ રહી છે. હાલમાં જ રાખીએ આદિલ પર છેતરપીંડીનો અને ઘરેલૂ હિંસાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ આદિલને ૧૪ દિવસની જ્યૂડિશયલ કસ્ટડીમાં મોકલી દેવામં આવ્યો છે. તો વળી હવે આદિલ ખાન દુર્રાની વિરુદ્ધ મૈસૂરમાં એક નવી હ્લૈંઇ નોંધાઈ છે. એક મહિલાએ આદિલ પર કથિત રીતે રેપનો આરોપ લગાવ્યો છે. મૈસૂરના વીવી પુરમ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ૩૭૬ અંતર્ગત આદિલ દુર્રાની વિરુદ્ધ હ્લૈંઇ નોંધવામાં આવી છે. આદિલ પર એક ઈરાની સ્ટૂડન્ટે કથિત રીતે બળાત્કારનો આરોપ લગાવ્યો છે. પોતાની ફરિયાદમાં યુવતીએ આદિલ પર મૈસૂરમાં સાથે રહેવા દરમિયાન લગ્નની લાલચ આપીને બળાત્કાર કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ જણાવ્યું છે કે, તેણે પાંચ મહિના પહેલા તેની સાથે લગ્નની માગ કરી હતી, ત્યારે તેણે ના પાડી દીધી હતી અને કહ્યું કે, તે કેટલીય છોકરીઓ સાથે આવી રીતે સંબંધમાં છે. બાદમાં તેણે અશ્લીલ તસ્વીરો મોકલીને ધમકી અને બ્લેકમેલ કરી. હવે આઈપીસીની કલમ ૩૭૬,૪૧૭,૪૨૦,૫૦૪ અને ૫૦૬ અંતર્ગત હ્લૈંઇ નોંધાઈ છે. રાખી સાવંતે ગત વર્ષે આદિલ સાથે નિકાહ કર્યા હતા. પણ બંનેએ પોતાના લગ્નને છુપાવીને રાખ્યા. ગત મહિને જ રાખીએ પોતાના લગ્નની જાહેરાત કરી હતી અને સાથે જ તેણે આદિલના એક્સ્ટ્રા મેરિટલ અફેયરની વાત કહી. ત્યાર બાદ રાખીએ આદિલ પર મારપીટ અને છેતરપીંડીનો આરોપ લગાવ્યો અને પોલીસ ફરિયાદ નોંધાવી. બીજા જ દિવસે રાખીના ઘરે મળવા આવેલા આદિલને ઓશિવારા પોલીસે ધરપકડ કરી લીધો અને હાલમાં તે જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે.
