National

અમેરિકાથી હથિયાર ખરીદવા મામલે ચીન તાઇવાન પર અચાનક હુમલો કરી શકે, જાહેર એલર્ટ

તાઇપે
તાઇવાનના રક્ષામંત્રી ચિયૂ કૂઓ ચેંગે કહ્યુ હતુ કે, ચીનની સેના તાઇવાની વિસ્તારોમાં અચાનક ઘુસણખોરી કરી શકે છે અને તેથી આપણે એલર્ટ રહેવું જાેઇએ. તાઇવાની રક્ષામંત્રીએ ત્યારે ચેતવણી આપી છે કે જ્યારે તાઇવાન જલડમરુમધ્યમાં તણાવ વધી ગયો છે. ચીનની સેના અને નૌસેના સતત ડરાવી રહ્યું છે. ચીને તાજેતરમાં જ તાઇવાનની આસપાસ સૈન્ય ગતિવિધિઓમાં વધારો કરી દીધો છે, તેમાં દ્વિપમાં વાયુ રક્ષા ક્ષેત્રમાં લગભગ દરરોજ વાયુ સેનાની ઘુસણખોરી સામેલ છે. જાે કે, તાઇવાને હાલમાં તેમના ક્ષેત્રમાં ચીની સેનાની કોઈપણ ગતિવિધિ થતી હોવાનો ઇનકાર કર્યો છે. તટથી ૨૪ સમુદ્રી માઇલ દૂર તાઇવાનનો વિસ્તાર આવેલો છે. ગયા વર્ષે તેના સીમા ક્ષેત્રમાં સિવિલિયન ડ્રોનને પાડી દીધું હતું. આ બધા વચ્ચે તાઇવાનની સંસદને સંબોધન કરતા રક્ષામંત્રીએ કહ્યુ હતુ કે, ‘ચીનની સેના તાઇવાનના ક્ષેત્રિય હવાઇ અને સમુદ્રી વિસ્તારમાં ઘુસવા માટેનું બહાનું શોધી શકે છે. ઉલ્લેખનીય છે કે, તાઇવાન આ સમયે અમેરિકા સાથે પાસેથી મોટા પ્રમાણમાં હથિયાર ખરીદી રહ્યુ છે અને તેને લઈને ચીન ભડક્યું છે. તેમણે જણાવ્યું છે કે, ચીની સૈના અચાનક તાઇવાનમાં પ્રવેશી શકે છે અને તેમના વિસ્તારમાં પહોંચી શકે છે કે જે સમુદ્રી તટ વિસ્તારથી ૧૨ માઇલ જેટલી દૂર છે. તેમણે કહ્યુ હતુ કે, ‘જાે હું આ વર્ષે આ નિવેદન આપી રહ્યો છું તો તેનો મતલબ એવો થાય છે કે, તેઓ ઘુસણખોરીની તૈયારી કરી રહ્યા છે.’ તો બીજી તરફ, તાઇવાનના રક્ષામંત્રીના નિવેદન મામલે પ્રતિક્રિયા આપતા ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યુ હતુ કે, ‘અમે સંપ્રભુતાની રક્ષા અને ક્ષેત્રીય અખંડતા માટે જાેરદાર પગલાં લઈશું. તો તાઇવાને પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, ‘તેઓ આત્મરક્ષાના અધિકારનો ઉપયોગ કરશે અને જાે ચીનની સેના અમારા વિસ્તારમાં ઘુસી તો અમે જવાબી હુમલો કરીશું.’

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *