અયોધ્યા
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં શુક્રવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અયોધ્યામાં બાયપાસ રસ્તા પર મુસાફરો ભરેલી ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં બસ પલટી ગઈ હતી. અકસ્માતમાં ૫ લોકોના મોત થયા હતા. તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ૪૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણકારી પર ડીએમ નીતિશ કુમાર અને ડીઆઈજી/એસએસપી મુનિરાજ પણ પહોંચી ગયા છે. ઘાયલોને બચાવીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ તરફ સીએમ યોગી આદિત્યનાથે દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ઘાયલોને યોગ્ય સારવાર આપવા માટે પણ સૂચના આપી છે. અયોધ્યા કોતવાલી હેઠળ ગોરખપુર-લખનઉ નેશનલ હાઈવે પર બૂથ નંબર ચાર પાસે સ્થિત રઘુકુલ રેસ્ટોરન્ટ પાસે શુક્રવારે રાત્રે લગભગ આઠ વાગ્યાની આસપાસ પીઓપી ભરેલી ટ્રક મુસાફરોથી ભરેલી ખાનગી બસ સાથે અથડાઈ હતી અને બસ પલટી ગઈ હતી. અકસ્માતમાં બસમાં ડઝનબંધ મુસાફરો ફસાઈ ગયા હતા. અકસ્માતમાં ૫ લોકોના મોત થયાની માહીતી મળી રહી છે.પોલીસે રેસ્ક્યુ કરીને લોકોને હોસ્પિટલ ખસેડ્યા હતા. આ અકસ્માતમાં ૫ લોકોના મોત થયા છે અને ૪૦થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ બસમાં લગભગ ૪૫ મુસાફરો સવાર હતા. ઘટના બાદ હાઇવેની બંને તરફ લાંબો જામ થઇ ગયો હતો. અયોધ્યા ડીએમ નીતિશ કુમાર મોડી રાત્રે જણાવ્યું કે ૧૨ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં ૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે.