હૈદરાબાદ
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના કાકા વાયએસ ભાસ્કર રેડ્ડીની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભાસ્કર રેડ્ડીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ સાંસદ વિવેકાનંદ રેડ્ડીની હત્યાના આરોપમાં ભાસ્કર રેડ્ડીની ધરપકડ કરવામાં આવી છે. વિવેકાનંદ રેડ્ડી, ભૂતપૂર્વ સાંસદ, મંત્રી અને આંધ્ર પ્રદેશના દિવંગત મુખ્યમંત્રી વાય એસ રાજશેખર રેડ્ડીના ભાઈ અને જગન મોહન રેડ્ડીના કાકા હતા. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ૧૫ માર્ચ, ૨૦૧૯ ના રોજ રાત્રે, પુલિવેન્દુલા ખાતે વિવેકાનંદ રેડ્ડીની લાશ તેમના ઘરેથી મળી આવી હતી. એસઆઇટી શરૂઆતમાં આ મામલાની તપાસ કરી રહી હતી, પરંતુ બાદમાં જુલાઈ ૨૦૨૦માં આ કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો હતો. સીબીઆઈની ચાર્જશીટ મુજબ, વિવેકાનંદ રેડ્ડી કથિત રીતે પોતાના માટે અથવા વાયએસ શર્મિલા (મુખ્યમંત્રી જગન રેડ્ડીની બહેન ) અથવા અથવા વાયએસ વિજયમ્મા (જગન મોહન રેડ્ડીની માતા) માટે લોકસભાની ટિકિટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. છેલ્લા ૪૮ કલાકમાં સીબીઆઈએ આ કેસમાં બીજી ધરપકડ કરી છે. આ પહેલા કડપાના સાંસદ વાયએસ અવિનાશ રેડ્ડીની (ભાસ્કર રેડ્ડીનો દીકરો) પણ સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આજે સવારે સીબીઆઈની ટીમ વાયએસ ભાસ્કર રેડ્ડીના ઘરે પહોંચી અને તેમને કસ્ટડીમાં લીધા. ભાસ્કર રેડ્ડીની ધરપકડ બાદ તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઘરની બહાર એકઠા થયા હતા.
