બેંગલુરુ
ભારતની સૌથી મોટી એરોસ્પેસ અને ડિફેન્સ એક્ઝીબીશન એરો ઈન્ડિયાના ૧૪માં સત્રનો આજથી પ્રારંભ થયો. પ્રધાનમંત્રી મોદીએ કાર્યક્રમનું ઉદ્ધાટન કર્યું. રક્ષા અધિકારીઓએ કહ્યું કે ૫ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં ૯૮ દેશ ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે એરો ઈન્ડિયા શો ફક્ત શો નહીં પરંતુ દેશની તાકાત છે. તેમણે કહ્યું કે નવી ઊંચાઈ ભારતની સચ્ચાઈ છે. આર્ત્મનિભર થતા ભારતની તાકાત સતત વધી રહી છે. જ્યારે કોઈ દેશ નવી સોચ, નવા એપ્રોચ સાથે આગળ વધે છે ત્યારે તેની વ્યવસ્થાઓ પણ નવી સોચ પ્રમાણે ઢળવા લાગે છે. ભારત એક પોટેન્શિયલ ડિફેન્સ પાર્ટનર પણ છે. દેશ નવી ઊંચાઈઓને પણ સ્પર્શી રહ્યો છે અને તેને પાર પણ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે ૨૧મી સદીનું નવું ભારત કોઈ તક ગુમાવશે નહીં કે ન તો પોતાની મહેનતમાં કોઈ કમી રાખશે. આપણે કમર કસી ચૂક્યા છીએ. આપણે દર સેક્ટરમાં રેવોલ્યુશન લાવી રહ્યા છીએ. જે દેશ દાયકાઓ સુધી સૌથી મોટો ડિફેન્સ ઈમ્પોર્ટર હતો તે હવે દુનિયાના ૭૫ દેશોને ડિફેન્સ ઈક્વિપમેન્ટ એક્સપોર્ટ કરે છે. છેલ્લા ૫ વર્ષમાં દેશની નિકાસ ૬ ગણી વધી છે. ૨૦૨૧-૨૨માં આપણે અત્યાર સુધીનો રેકોર્ડ ૧.૫ બિલિયન ડોલરથી વધુ એક્સપોર્ટનો આંકડો પાર કર્યો છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમૃતકાળમાં ભારત એક ફાયટર પાઈલટની જેમ આગળ વધી રહ્યું છે. જેને ઊંચાઈઓને સ્પર્શવાથી ડર લાગતો નથી. જે સૌથી ઊંચી ઉડાણ ભરવા માટે ઉત્સાહિત છે. આજનું ભારત ઝડપથી વિચારે છે, દૂરનું વિચારે છે અને તરત ર્નિણય લે છે. સાથે એક વાત એ પણ છે કે ભારતની ગતિ ભલે ગમે તેટલી તેજ હોય પરંતુ તે હંમેશા જમીન સાથે જાેડાયેલું રહે છે. અત્રે જણાવવાનું કે આ કાર્યક્રમમાં યુપી સેક્ટરના ગ્રોથ, ભવિષ્યની શાનદાર ટેક્નોલોજી ઉપર પણ ભાર મૂકવામાં આવશે. ન્ઝ્રછ તેજસ, , ર્ડ્ઢહિૈીિ ન્ૈખ્તરં ેંંૈઙ્મૈંઅ ૐીઙ્મૈર્ષ્ઠॅંીિ અને છઙ્ઘદૃટ્ઠહષ્ઠીઙ્ઘ ન્ૈખ્તરં ૐીઙ્મૈર્ષ્ઠॅંીિ ને પણ પ્રમોટ કરવામાં આવશે. આ સાથે જ ૯ રક્ષા કંપનીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે. આ સાથે જ ૩૨ દેશોના રક્ષામંત્રી પણ એરો શોમાં સામેલ થઈ રહ્યા છે.
