National

ઇમ્ફાલમાં બિઝનેસ ૨૦ બેઠકોની શરુઆત, વ્યાપાર જગતના દિગ્ગજાેએ બહુપક્ષીય ભાગીદારી પર ભાર મૂક્યો

ઇમ્ફાલ
મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં શુક્રવારે બી૨૦ (બિઝનેસ ૨૦)ની મીટીંગ શરૂ થઈ. જી૨૦ના સભ્ય દેશોના પ્રતિનિધિઓ સાથે વ્યાપાર જગતના દિગ્ગજાેએ પણ હાજરી આપી.
પૂર્વોત્તર ભારતમાં નિર્ધારિત ચાર મ્૨૦ સત્રોમાંથી આ પ્રથમ એવું સત્ર છે, જે ત્રણ દિવસ સુધી ચાલશે. શુક્રવારે, ‘આઇસીટી, મેડિકલ ટુરિઝમ, હેલ્થકેર અને હેન્ડલૂમ્સમાં બહુપક્ષીય બિઝનેસ પાર્ટનરશિપ માટેની તકો’ એ એજન્ડાનું કેન્દ્ર હતું. આ સમિટ પ્રવાસન અને હોસ્પિટાલિટી ક્ષેત્રે સહકાર અને રોકાણની તકો પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. કેન્દ્ર સરકાર અનુસાર આ બેઠકથી મણિપુરને વૈશ્વિક સહયોગ અને ભાગીદારીની અપાર તકો મળશે. ભારતીય ઉદ્યોગ પરિષદ (ઝ્રૈંૈં), વિદેશ મંત્રાલય અને ય્૨૦ સેક્રેટરિયેટના સહયોગથી આ બેઠકનું આયોજન કરી રહ્યું છે.
આ સત્રમાં મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમ પ્રકાશ, કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી રાજકુમાર રંજન સિંહ અને રાજ્ય અને કેન્દ્ર સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. સીએમ બિરેન સિંહે મ્૨૦ના આયોજનને રાજ્ય માટે દેશ અને વિદેશમાંથી રોકાણ મેળવવાની અનોખી તક ગણાવ્યું હતું. મુખ્યમંત્રી બિઝનેસ ટુ બિઝનેસ અને બિઝનેસ ટુ ગવર્મેન્ટ મીટીંગમાં પણ સામેલ થશે. બિઝનેસ જગતના વિદેશી પ્રતિનિધિઓને મ્૨મ્ અને મ્૨ય્ દરમિયાન સરકાર અને સ્થાનિક ઉદ્યોગો સાથે સંભવિત રોકાણો, સહયોગ અને જાેડાણ માટે વાતચીત કરવાની તક મળશે.
આ બેઠક મણિપુર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે રાજ્ય માટે તેની પ્રાચીન સંસ્કૃતિ, ભોજન, કલા, તહેવારો અને કુદરતી સૌંદર્યને વિશ્વ સમક્ષ રજૂ કરવાની સુવર્ણ તક છે. ત્રણ દિવસીય કાર્યક્રમ દરમિયાન, મુલાકાતી પ્રતિનિધિઓ વિવિધ ક્ષેત્રોના સ્થાનિક ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરશે. મણિપુરની મુલાકાત દરમિયાન, પ્રતિનિધિમંડળ રાજ્યના ઐતિહાસિક અને પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લેશે, જેમાં ઈમા માર્કેટ, મણિપુરી પોલો સ્ટેચ્યુ (માર્ગિંગ હિલ) અને લોકટક તળાવનો સમાવેશ થાય છે.
મ્૨૦ મીટિંગના પ્રથમ દિવસે, અર્થતંત્રને મજબૂત કરવા માટે એક સામાન્ય એજન્ડા વિકસાવવા તરફ કામ કરવા માટે ચર્ચા થઈ. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, આજેર્ન્ટિના, બાંગ્લાદેશ, ભૂતાન, ચાડ, કેનેડા, ચીન, ફ્રાન્સ, ગ્રીસ, આઈસલેન્ડ, જાપાન, નેપાળ, રશિયા, સેશેલ્સ, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, સ્વિટ્‌ઝર્લેન્ડ, ટ્યુનિશિયા, યુગાન્ડા, યુનાઈટેડ સ્ટેટ્‌સ ઑફ અમેરિકા અને યુનાઇટેડ કિંગડમના પ્રતિનિધિઓ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. તેમાં આ દેશોના રાજદ્વારીઓ અને વેપારી પ્રતિનિધિઓ પણ સામેલ છે. મ્૨૦ એ વૈશ્વિક વ્યાપારી સમુદાય માટે સત્તાવાર ય્૨૦ સંવાદ મંચ છે. આ એક જૂથ છે જે ય્૨૦ ફોરમમાં ખાનગી ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. મ્૨૦ની સ્થાપના વ્યાપારી સમુદાયને ય્૨૦ સાથે જાેડવા અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિને ટેકો આપતી નીતિઓ પર ભલામણ કરવા માટે એક મંચ પ્રદાન કરવા માટે કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *