National

ઈન્દોરથી છતરપુર જઈ રહેલી બસ પલટી, ૪ લોકોના મોત, ૩૫ ઘાયલ

સાગર
ઈન્દોરથી છતરપુર જઈ રહેલી બસ શનિવારે સવારે મધ્યપ્રદેશના સાગર જિલ્લાના ચણબીલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની નિવાર ઘાટીમાં પલટી ગઈ હતી. જેના કારણે ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. અને આ અકસ્માતમાં ૩૫થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર અર્થે શાહગઢ આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે. ત્યાંથી કેટલાક મુસાફરોને ગંભીર ઈજાઓ થતાં સાગર રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ શાહગઢ અને ચણબીલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. ગોલ્ડન ટ્રાવેલ્સની બસ ઈન્દોરથી છતરપુર જઈ રહી હતી જે સવારે લગભગ ૫ઃ૪૫ વાગ્યાની આસપાસ નિવાર ઘાટ પર વળતી વખતે પલટી ગઈ હતી જેના કારણે હાહાકાર મચી ગયો હતો. અકસ્માત સમયે બસમાં સવાર મુસાફરો ઊંઘી રહ્યા હતા. માહિતી આપ્યા બાદ સૌથી પહેલા ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. એમ્બ્યુલન્સ સ્ટાફે પોલીસની મદદથી બસમાં ફસાયેલા ઘાયલ મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. લગભગ અડધા કલાકની જહેમત બાદ મોટાભાગના ઘાયલ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. બસમાં માત્ર થોડા મુસાફરો જ ફસાયા હતા જેમને બહાર કાઢવા માટે બાંદાથી હાઈડ્રા અને જેસીબી બોલાવવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને બસના કેટલાક ભાગો કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા. દલપતપુરથી એક એમ્બ્યુલન્સ, શાહગઢથી ત્રણ અને બાંદાથી એક એમ્બ્યુલન્સને હોસ્પિટલ લઈ જવા માટે સ્થળ પર મોકલવામાં આવી હતી. મૃતકોમાં એક મહિલા, બે યુવકો અને એક આધેડ સામેલ છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *