National

ઈમરાનની પાર્ટી PTI પર પ્રતિબંધ મૂકવા પર PAK ગૃહમંત્રીએ કહ્યું,” અમારી પાસે કોઈ બીજાે વિકલ્પ નથી રહ્યો”

ઈસ્લામાબાદ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ ફાટી નીકળેલી હિંસાથી પાકિસ્તાનના ઘણા શહેરો પરેશાન થઈ ગયા હતા. પરિસ્થિતિને સંભાળવા માટે સેનાએ ચાર્જ સંભાળવો પડ્યો. હિંસામાં કેટલાક લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થયા બાદ હવે પાકિસ્તાન સરકાર દ્વારા પીટીઆઈ પર પ્રતિબંધ લગાવવા જેવા નિવેદનો બાદ ફરી એકવાર રાજકીય પારો ઊંચકાઈ રહ્યો છે. પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (ઁ્‌ૈં) પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે. પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે શનિવારે કહ્યું છે કે, પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સમર્થકોએ જે રીતે દેશભરમાં હોબાળો મચાવ્યો છે, તે પછી તેના પર પ્રતિબંધ મૂકવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. અમે આની તપાસ કરી રહ્યા છીએ. ગૃહમંત્રીના આ નિવેદન બાદ ફરી એકવાર પાકિસ્તાનના રાજકારણમાં ગરમાવો આવવાની સંભાવના છે. આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પાકિસ્તાનમાં હિંસા પર કહ્યું હતું કે, પૂર્વ પીએમ ઈમરાન ખાને સત્તામાં રહીને પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો. ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો તેમના કાર્યો માટે જવાબદાર રહેશે. પીટીઆઈ પર પ્રતિબંધના પ્રશ્ન પર, તેમણે કહ્યું કે, તેઓ કોઈપણ રાજકીય પક્ષ પર પ્રતિબંધ મૂકવાના પક્ષમાં નથી અને આવા ર્નિણય સાથે સહમત થનાર તેઓ છેલ્લા વ્યક્તિ હશે. નોંધનીય છે કે, ઈમરાન ખાનની ધરપકડ બાદ તરત જ મોટી સંખ્યામાં ઁ્‌ૈં કાર્યકર્તાઓએ પાકિસ્તાનમાં અરાજકતાભર્યા પગલાં ભર્યા હતા. પાકિસ્તાની આર્મી ઓફિસરના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. લાહોરમાં થયેલા આ હુમલામાં ઈમરાન ખાન સહિત તેમની પાર્ટીના ૧૫૦૦ કાર્યકરો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.

Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *