National

ઉમેશ પાલ હત્યાકાંડનો મુખ્ય બોમ્બર ગુડ્ડુ મુસ્લિમ નાસિકથી ઝડપાયો

નાસિક
અશરફ ગુડ્ડુ મુસ્લિમ બોલતાની સાથે જ હુમલાખોરે અતીક અહેમદના માથામાં પિસ્તોલ વડે ગોળી મારી હતી. ત્યાર બાદ તરત જ અશરફને પણ ગોળી મારી દેવામાં આવી હતી. આ દરમિયાન એવા સમાચાર છે કે, ઉમેશ પાલ મર્ડર કેસની આરોપી અને અતિક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન પણ આજે સરેન્ડર કરી શકે છે. એવું માનવામાં આવે છે કે, શાઇસ્તા તેના પતિ અતીક અને સાળા અશરફના અંતિમ સંસ્કારમાં ચોક્કસપણે હાજરી આપશે. શાઇસ્તા તેના પુત્ર અસદને છેલ્લી વાર જાેઈ શકી ન હતી. ઉલ્લેખનીય છે કે, અતીક-અશરફની હત્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઘરે ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે. એલર્ટ વચ્ચે મુખ્યમંત્રી યોગીએ દર ૨ કલાકે અધિકારીઓને રિપોર્ટ કરવાની સૂચના આપી છે. મુખ્યમંત્રી યોગીએ પ્રયાગરાજ સભા સિવાય પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. અત્રે નોંધનીય બાબત છે કે, અતીક અને અશરફનું પોસ્ટમોર્ટમ ટૂંક સમયમાં પ્રયાગરાજની જીઇદ્ગ હોસ્પિટલમાં કરવામાં આવશે. બંનેને આજે જ દફનાવવામાં આવશે. અતીક-અશરફને દફનાવવા માટે બે કબરો ખોદવામાં આવી રહી છે. હત્યા બાદ પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળે પહોંચેલી ફોરેન્સિક ટીમે ઘટના સંબંધિત સેમ્પલ લીધા છે.

Page-33.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *