National

એક પ્રેમીને પ્રેમિકાના પરિવારે હુમલો કરતા ઘાયલ થતા હોસ્પીટલમાં ભરતી કરાયો

મુઝફ્ફરપુર
બિહારના મુઝફ્ફરપુરમાં એક પ્રેમીને પ્રેમિકાના પરિવારે ચાકૂ વડે હુમલો કરી હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રેમીને હોસ્પિટલમાં ભરતી કરાવ્યો છે. જ્યાં તેની હાલત નાજૂક હોવાનું કહેવાય છે. તો વળી ઘટના બાદ સ્થાનિક લોકોની ભીડ એકઠી થઈ હતી અને બંને પક્ષ વચ્ચે તણાવની સ્થિતી ઊભી થઈ ગઈ હતી. મોતીપુર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. સમગ્ર મામલો મુઝફ્ફરપુરના મોતીપુર પોલીસ ચોકી વિસ્તારના કલ્યણાપુર હરૌના ગામનો છે. જ્યાં પ્રેમ પ્રસંગમાં એક ૨૦ વર્ષિય યુવત રોહિત કુમારને ચાકૂના ઘા મારી દીધા હતા. કહેવાય છે કે, પ્રેમિકાના પરિવારે તેના જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગત રાતે તેને ઘરે બોલાવ્યો અને પેટમાં ચાકૂના ઘા મારી દીધા હતા. તેને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવ્યો છે. પણ તેની સ્થિતી જાેતા તેને રેફર કરવામાં આવ્યો, ત્યારે તેના પરિવારે એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવ્યો છે. રોહિતની મા ચંદા દેવીએ જણાવ્યું કે, રોહિત ગામની જ એક છોકરી સાથે વાત કરતો હતો. છેલ્લા ૩ વર્ષથી બંને વચ્ચે લફરુ ચાલી રહ્યું હતું. છોકરીના પિરવારના સભ્યોએ પહેલા પણ ધમકી આપી હતી અને કહ્યું હતું કે, જાનથી મારી નાખીશું, ત્યાર બાદ રાતના સમયે બોલાવી ને ચાકૂના ઘા મારી દીધા હતા. ચંદા દેવીએ જણાવ્યું કે, તેમને ત્રણ દીકરા છે. રોહિત મોટો દીકરો હતો, બે દીકરા પિતા સાથે રાજસ્થાનમાં રહે છે. રોહિતની માએ જણાવ્યું કે, રોહિત નૈનીતાલમાં રહીને કામ કરતો હતો. હાલમાં જ ઘરે આવ્યો છે. બાદમાં તે પરત જવાનો હતો. પણ આરોપિત પક્ષની એક છોકરી તેને કસમ આપીને રોકી રાખતી હતી. ઘટનાની રાતે તમામ લોકો ઘરની અંદર હતા. રોહિત દરવાજા પર ફરી રહ્યો હતો. તે જ સમયે ચાર પાંચ લોકો આવ્યા અને તેને બોલાવીને લઈ ગયા, હત્યાના ઈરાદા સાથે તેના પેટમાં ચાકૂના ઘા મારી દીધા હતા.

Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *