National

કર્ણાટકમાં અમિત શાહની રાજનીતિની શૈલી નહી ચાલે ઃ પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામી

બેંગ્લુરૂ
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જનતા દળ (સેક્યુલર)ના વરિષ્ઠ નેતા એચડી કુમારસ્વામીએ સોમવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર વળતો વાકપ્રહાર કર્યો હતો. કુમારસ્વામીએ કહ્યું કે અમિત શાહની રાજનીતિની શૈલી કર્ણાટકમાં નહી ચાલે. કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે પ્રાદેશિક રાજકીયપક્ષોને લઈને કરેલ ટિપ્પણી બાદ, કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન કુમાર સ્વામીએ વળતો જવાબ પાઠવ્યો છે. અમિત શાહે પ્રાદેશિક પક્ષને પારિવારિક એટીએમ ગણાવ્યું અને દાવો કર્યો કે તેના માટે મતદાન કરવું એ કોંગ્રેસને મત આપવા જેવું હશે. આગામી વિધાનસભા ચૂંટણી અંગે કુમારસ્વામીએ કહ્યું કે ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોની બીજી યાદી મકરસંક્રાંતિ પછી જાહેર કરી શકાશે. જનતા દળ (સેક્યુલર) પાર્ટીએ ૯૩ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. અમિત શાહે કહ્યું હતું કે ભાજપ કોઈની સાથે ગઠબંધન નહીં કરે. એ નિવેદન બાબતે કુમાર સ્વામીએ કહ્યું કે, ભાજપ પાસે ગઠબંધન માટે કોઈ પણ રાજકીય પક્ષ ગયો જ નથી તો એવુ કેમ કહે છે કે અમે કોઈની સાથે ગઠબંધન નહી કરીએ. ૨૨૪ સભ્ય સંખ્યા ધરાવતી વિધાનસભામાં જનતાદળ ૧૨૦થી વધુ બેઠકો જીતી જશે તેવો વિશ્વાસ કુમાર સ્વામીએ વ્યક્ત કર્યો હતો. જનતાદળ ક્યારેય ભાજપ કે કોંગ્રેસ પાસે ગઠબંધન માટે ગયુ નથી. કર્ણાટકનો કિલ્લો જીતવા માટે આ બન્ને રાજકીય પક્ષો જનતાદળ પાસે આવે છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, ૨૦૧૮ વિધાનસભા ચૂંટણી દરમિયાન, કોંગ્રેસે દાવો કર્યો હતો કે જેડીએસને મત આપવાનો અર્થ ભાજપને મત આપવો અને અમને બી ટીમ તરીકે ઓળખાવ્યા હતી. હવે, ભાજપના અમિત શાહ જેડીએસને કોંગ્રેસની બી ટીમ ગણાવી રહ્યા છે અને કહે છે કે અમને વોટ આપવો એ કોંગ્રેસને વોટ આપવા સમાન છે. આ નિવેદન જ જેડીએસ સામેનો ભાજપને ડર હોવાનું દર્શાવે છે. કુમારસ્વામીએ બીજેપી પર આરોપ લગાવ્યો હતો કે, જ્યાં પાર્ટી નબળી છે તેવા મતવિસ્તારોમાં અન્ય પક્ષોના મજબૂત વિજેતા ઉમેદવારોને આકર્ષવાની યોજના ભાજપ બનાવી રહી છે. તેમણે કહ્યું કે, આ ચૂંટણી પહેલાનું ઓપરેશન લોટસ છે. તેમણે કહ્યું, આ કર્ણાટક છે, અહીં તેમની રાજનીતિ નહીં ચાલેપગઠબંધન માટે હું કોઈના દરવાજે નથી ગયો, કોંગ્રેસ અને ભાજપ બંને ગઠબંધનની માગણી લઈને મારા દરવાજે આવ્યા હતા.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *