બેંગ્લુરૂ
કર્ણાટક હિજાબ વિવાદ વિરોધ બાદ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો જેમાં કહ્યું કે હિજાબ ધાર્મિક રીતે ફરજિયાત નથી, તેથી તેને શૈક્ષણિક સંસ્થાઓમાં પહેરી શકાય નહીં.હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટે આપેલા ચુકાદાની અસર થઈ હોય કે ન થઈ હોય, પરંતુ કર્ણાટકના ઉડુપી જિલ્લામાં તેની નોંધપાત્ર અસર જાેવા મળી હતી. હિજાબ પર હાઈકોર્ટના આદેશ બાદ સરકારી કોલેજાેમાં લઘુમતી વિદ્યાર્થીઓની સંખ્યામાં ૫૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે. લોકો ખાનગી પીયુસીમાં શિફ્ટ થવા લાગ્યા છે. એક ખાનગી ન્યુઝ એજન્સીના અહેવાલ મુજબ, કર્ણાટકના ઉડુપીની તમામ પ્રી-યુનિવર્સિટી કોલેજાેમાં ધોરણ ૧૧માં પ્રવેશ કરનારા મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ સમાન છે (૨૦૨૧-૨૨માં ૧૨૯૬ અને ૨૦૨૨-૨૩માં ૧૩૨૦). જ્યારે સરકારી કોલેજાેમાં તેમની સંખ્યા પાછલા વર્ષોની સરખામણીમાં અડધી થઈ ગઈ છે. આંકડા મુજબ ૨૦૨૧-૨૨માં ૩૮૮ મુસ્લિમ વિદ્યાર્થીઓએ સરકારી કોલેજાેમાં એડમિશન લીધું હતું. જ્યારે ૨૦૨૨-૨૩માં માત્ર ૧૮૬ વિદ્યાર્થીઓએ સરકારી કોલેજાેમાં પ્રવેશ લીધો છે. તેમાંથી પણ જાે આપણે જાતિ વિશે વાત કરીએ, તો આ આંકડો વધુ ચોંકાવનારો છે. ગયા વર્ષે (૨૦૨૧-૨૨) ૧૭૮ની સરખામણીમાં આ વર્ષે (૨૦૨૨-૨૩) માત્ર ૯૧ મુસ્લિમ છોકરીઓએ જ સરકારી કોલેજાેમાં પ્રવેશ લીધો છે. તે જ સમયે, છોકરાઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. ગયા સત્રમાં આ સંખ્યા ૨૧૦ હતી, જ્યારે આ સત્રમાં માત્ર ૯૫ હતી. આ વર્ષે ૯૨૭ વિદ્યાર્થીઓએ ખાનગી કોલેજાેમાં પ્રવેશ મેળવ્યો છે. જ્યારે ગત વર્ષે ૬૬૨ મુસ્લિમ વિદ્યાર્થીઓએ ખાનગી કોલેજાેમાં પ્રવેશ મેળવ્યો હતો. આ ઉપરાંત ખાનગી કોલેજાેમાં મુસ્લિમ છોકરા-છોકરીઓના પ્રવેશમાં પણ ઉછાળો આવ્યો છે. ગયા વર્ષે ૩૩૪ની સામે આ વર્ષે ૪૪૦ છોકરાઓએ ખાનગી કોલેજાેમાં પ્રવેશ લીધો હતો. બીજી તરફ જાે છોકરીઓની વાત કરીએ તો ગત વર્ષે ૩૨૮ છોકરીઓએ ખાનગી કોલેજાેમાં એડમિશન લીધું હતું, જ્યારે આ વર્ષે ૪૮૭ મુસ્લિમ યુવતીઓએ ખાનગી કોલેજાેમાં એડમિશન લીધું છે. કર્ણાટકમાં હિજાબ વિવાદ ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ ઉડુપીથી શરૂ થયો હતો. અહીંની સરકારી ઁેં કોલેજમાં હિજાબ પહેરીને આવેલી ૬ વિદ્યાર્થીનીઓને ક્લાસમાં આવવાથી અટકાવવામાં આવી હતી. આ પછી કોલેજની બહાર દેખાવો શરૂ થયા અને મામલો ચર્ચામાં આવ્યો હતો. વિદ્યાર્થિનીઓએ કહ્યું હતું કે તે માત્ર હિજાબ પહેરીને જ સ્કૂલમાં આવશે, પરંતુ કોલેજ પ્રશાસને તેની મનાઈ કરી હતી. ઘણા દિવસોના વિરોધ બાદ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે હિજાબ ધાર્મિક રીતે ફરજિયાત નથી, તેથી તેને શૈક્ષણિક સંસ્થાઓમાં પહેરી શકાય નહીં. કોર્ટે સરકારને આદેશ પસાર કરવાનો અધિકાર પણ આપ્યો હતો. પરંતુ આ મામલો અહીં જ ન અટક્યો, સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. આ કેસની સુનાવણી પણ અહીં થઈ હતી. સુપ્રીમ કોર્ટની બે જજની બેન્ચે વિભાજિત ચુકાદો આપ્યો હતો. આ પછી મામલો મોટી બેંચ સુધી પહોંચ્યો હતો. હવે જ્યાં સુધી મોટી બેંચ આ મામલે કોઈ ર્નિણય નહીં આપે ત્યાં સુધી કર્ણાટક હાઈકોર્ટનો ર્નિણય અમલમાં રહેશે.
