National

કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ હીટસ્ટ્રોકની ચેતવણી જારી કરી

કોચી
ભારે વરસાદનો દોર પૂરો થવાની સાથે જ દક્ષિણ ભારત હવે તીવ્ર ગરમીની લપેટમાં આવી ગયું છે. કેરળના કેટલાક વિસ્તારોમાં તાપમાન ૩૫થી ૩૭ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે છે, પરંતુ હીટ ઇન્ડેક્સ ૫૪ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. વાસ્તવમાં, હીટ ઇન્ડેક્સ માનવ દ્વારા અનુભવાયેલી ગરમીને પ્રતિબિંબિત કરે છે. હાલ કેરળમાં વાતાવરણના તાપમાન અને હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ગરમી વધુ અનુભવાઈ રહી છે. આ ગરમી હીટ ઇન્ડેક્સ દ્વારા માપવામાં આવે છે. હીટ ઇન્ડેક્સ અનુસાર, તિરુવનંતપુરમ, અલપ્પુઝા, કોટ્ટયમ અને કન્નુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ૫૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાેવા મળ્યું હતું. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ચેતવણી જારી કરી છે કે લોકોએ દિવસ દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળવું જાેઈએ. હીટસ્ટ્રોકનું જાેખમ નોંધપાત્ર રીતે વધી ગયું છે. રાજ્યોને સલાહપ છત પર પક્ષીઓ માટે અને ઘરની બહાર પ્રાણીઓ માટે પાણી રાખો| ભારતીય પશુ કલ્યાણ બોર્ડે બંધારણના અનુચ્છેદ ૫૧એ (જી) ને ટાંકીને તમામ રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે. આમાં લખવામાં આવ્યું છે કે રાજ્ય સરકારોએ લોકોને ઘરની બહાર તરછોડાયેલાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે છત પર પાણી રાખવાનું કહેવું જાેઈએ. શહેરોમાં પોસ્ટર લગાવીને લોકોને પણ જાગૃત કરવા જાેઈએ. ગરમી વધી રહી છે, આવી સ્થિતિમાં આપણે પશુ-પક્ષીઓનું પણ ધ્યાન રાખવું પડશે. ભારતીય હવામાન વિભાગના વરિષ્ઠ વિજ્ઞાની ડૉ.સોમા સેન રાયે જણાવ્યું હતું કે તાપમાનની સાથે ભેજ અને પવનની ગતિ એ બે પરિબળો છે જે તાપમાનને ઊંચું કે નીચું લઈ જાય છે. જેમ શિયાળામાં હવાની હિલચાલ તાપમાનને વાસ્તવિક કરતાં નીચું દર્શાવે છે, તેવી જ રીતે, ઉનાળામાં, ‘તાપમાન જેવું લાગે છે’ માં ભેજ મુખ્ય ભૂમિકા ભજવે છે, જે હીટ ઇન્ડેક્સ દ્વારા ઓળખાય છે. ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માટે ખૂબ પરસેવો થાય છે, પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોય તો પરસેવો સુકાઈ જતો નથી. જેથી વધુ ગરમી અનુભવાય છે. ગોવામાં હીટ વેવ રહેતા શાળાઓમાં બપોરના વર્ગો બંધ કરાયા છે

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *