National

કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે બહાર પાડી દીધી છે ઉમેદવારોની છઠ્ઠી યાદી

બેંગ્લુરૂ
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે છઠ્ઠી યાદી બહાર પડવાની સાથે કોંગ્રેસે રાજ્યની તમામ ૨૨૪ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોના નામ દાખલ કર્યા છે. કોંગ્રેસની છેલ્લી અને છઠ્ઠી યાદીમાં કોંગ્રેસે પાંચ બેઠકો માટે ઉમેદવારોના નામ પર આખરી મહોર મારી દીધી છે. આ યાદીમાં કોંગ્રેસે મોહમ્મદ સલામને રાયચુર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે મેંગ્લોર સિટી નોર્થથી ઇનાયત અલી, સીવી રમણ નગરથી એ આનંદ કુમાર, અરકલગુડથી એચપી શ્રીધર ગૌડા અને સિદલાઘાટાથી બીવી રાજીવ ગૌડાને મેદાનમાં ઉતાર્યા છે.કોંગ્રેસ દ્વારા કર્ણાટકની તમામ ૨૨૪ બેઠકો માટેના ઉમેદવારોના નામની જાહેરાતની સાથે જ પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી પણ બહાર પાડવામાં આવી છે. પાર્ટીએ આ યાદીમાં કોંગ્રેસના ૪૦ દિગ્ગજાેના નામ સામેલ કર્યા છે. સ્ટાર પ્રચારકોની યાદીમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, લોકસભાના સાંસદ શશિ થરૂર, ભાજપમાંથી કોંગ્રેસમાં જાેડાયેલા પૂર્વ સીએમ જગદીશ શેટ્ટાર, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, પ્રભારી સુખજિંદર સિંહ રંધાવા, પંજાબ પ્રભારી હરીશ ચૌધરી સહિત કોંગ્રેસના ૪૦ વરિષ્ઠ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *