National

ખરાબ હવમાનને લીધે અમિત શાહની ફ્લાઇટનું ઇમરજેન્સી લેન્ડિંગ

ગોવાહાટી,
કેન્દ્રીય મંત્રી અમિત શાહની ફ્લાઇટનું બુધવારે રાત્રે ઇમરજેન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ. ગુવાહાટીના લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અમિત શાહની ફ્લાઇટ તાત્કાલીક લેન્ડીંગ કરવામાં આવી હતી. ગૃહમંત્રી અગરતલા જઇ રહ્યા હતા. પરંતુ ખરાબ હવમાનને લીધે તેમને ગુવાહાટી લેન્ડીંગ થવુ પડ્યુ હતુ. અમિત શાહ ગુવાહાટીમાં હોટેલ રેડિસન બ્લુ માં રાત વિતાવી હતી. અને ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે રથયાત્રાનુ ઉદ્ધઘાટન કરશે. ગુરુવાર સવારે અગરતલા જવા માટે રવાના થશે. અમિત શાહ ગુવાહાટી એરપોર્ટ સફળ લેન્ડિંગ થયુ હતુ. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા તેમનું સ્વાગત કર્યુ હતુ. ગૃહમંત્રી અમિત શાહ ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી અભિયાનની શરુઆત કરશે. અમિત શાહને આજ રાતે જ અગરતલા પહોચવાનું હતુ. પરંતુ અગરતલા ખરાબ હવામાને લીધે તેમના પાયલટે અંદાજે ૧૦ઃ૪૫ વાગે ગુવાહાટી ખાતે લેન્ડીંગ કર્યુ હતુ. અમિત શાહએ બીજેપીની જન વિશ્વાસ રથ યાત્રાને લીલી ઝંડી દેખાડીને યાત્રાનો પ્રરંભ કરાવશે. ત્યાર બદ તે ધર્મનગરમાં જનસભાને સંબોધન કરશે. તેમજ એક કાર્યકર્તાના ઘરે ભોજન પણ લેશે .ત્યાર બાદ તે દક્ષિણ ત્રિપુરાની સબરુમ જશે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *