National

ગુજરાતના પ્રતીક દોશી બન્યાં નાણામંત્રી ર્નિમલા સીતારમણના જમાઈ

બેંગલુરુ
દેશના નાણામંત્રી ર્નિમલા સીતારમણની પુત્રી પરકલા વાંગમયીના લગ્ન બુધવારે કર્ણાટકના બેંગલુરુમાં થયા હતા. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, લગ્નમાં નજીકના મિત્રો અને સંબંધીઓએ હાજરી આપી હતી અને કોઈ રાજકીય નેતાને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. સાદાઈથી લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.નાણામંત્રી ર્નિમલા સીતારમણની પુત્રી પરકલા વાંગમયીના લગ્ન ૭ જૂન એટલે કે બુધવારે થયા હતા. લગ્ન સમારોહનું આયોજન બેંગ્લોરની એક હોટલમાં કરવામાં આવ્યું હતું. આ લગ્નમાં માત્ર પરિવારના સભ્યોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.મીડિયા રિપોર્ટ્‌સથી પ્રાપ્ત માહિતી અનુસાર, પરકલા વાંગમયીએ હિંદુ રીતિ-રિવાજાે સાથે ઉડુપી અદમારુ મઠના સંતોના આશીર્વાદથી ગુજરાતના પ્રતીક સાથે લગ્ન કર્યા હતા. આ દરમિયાન વર-કન્યા ભારતીય કપડામાં જાેવા મળ્યા હતા. કન્યાએ લીલા બ્લાઉઝ સાથે ગુલાબી સાડી પહેરી હતી. જ્યારે વરરાજાએ સફેદ રંગના પંચા અને શાલ પહેરી હતી.નાણા પ્રધાન ર્નિમલા સીતારમણ પોતાના અને તેમની પુત્રીના આ ખૂબ જ ખાસ દિવસે મોલાકલામારુ સાડી પહેરેલી જાેવા મળી હતી. વાંગમયી મિન્ટ લાઉન્જના ફીચર્સ વિભાગના પુસ્તકો અને સંસ્કૃતિ વિભાગમાં કામ કરે છે. આ પહેલા તેણીએ ધ હિન્દુ માટે ફીચર રાઈટર તરીકે કામ કર્યું હતું. તેમણે નોર્થવેસ્ટર્ન મેડિલ સ્કૂલ ઓફ જર્નાલિઝમમાંથી પત્રકારત્વમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. તમને જણાવી દઈએ કે નાણામંત્રીના પતિ અર્થશાસ્ત્રી છે, જે સલાહકાર પણ રહી ચૂક્યા છે. તેઓ ૨૦૧૪ થી ૨૦૧૮ સુધી આંધ્ર પ્રદેશ સરકારમાં સામેલ હતા.નાણામંત્રી ર્નિમલા સીતારમણના જમાઈનું નામ પ્રતિક દોશી છે. પ્રતીક દોશી મૂળ ગુજરાતના છે અને પીએમઓ વડાપ્રધાન કાર્યાલયમાં સ્પેશિયલ ડ્યુટી ઓફિસર તરીકેનો ચાર્જ સંભાળી રહ્યા છે. વર્ષ ૨૦૧૪માં જ્યારે નરેન્દ્ર મોદી પહેલીવાર દેશના વડાપ્રધાન બન્યા ત્યારે પ્રતિક દિલ્હી આવ્યા હતા. ૨૦૧૯માં તેમને જાેઈન્ટ સેક્રેટરીના પદ પર બઢતી આપવામાં આવી હતી. પ્રતિક દોશી સિંગાપોર મેનેજમેન્ટ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ છે. પીએમ નરેન્દ્ર મોદી સાથે તેમનો જૂનો સંબંધ છે. પ્રતિક દોશીએ ગુજરાતમાં પીએમ મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલયમાં સંશોધન સહાયક તરીકે કામ કર્યું છે.ઁસ્ર્ંની વેબસાઈટ અનુસાર, દોશી ઁસ્ર્ંની સંશોધન અને વ્યૂહરચના વિંગની દેખરેખ રાખે છે અને તેમની ભૂમિકા ઁસ્ને ભારત સરકાર (વ્યવસાયની ફાળવણી) નિયમો, ૧૯૬૧ના સંદર્ભમાં સચિવાલયમાં સહાય પૂરી પાડવાની છે, જેમાં સંશોધનનો સમાવેશ થાય છે.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *