National

ગ્રામ-તાલુકાના વિકાસમાં મહત્વની એવી TDOની ભરતી નિયત કરેલા નિયમો મુજબ સીધી અને બઢતીથી ભરવાની જાેગવાઈઃ પંચાયત રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ

ગુજરાતના યુવાનોને રોજગારી મળે અને તેમની સેવાનો લાભ નાગરિકોને મળે તેવા ઉમદા હેતુથી ્‌ર્ડ્ઢંની સીધી ભરતી ગુજરાત જાહેર સેવા આયોગ- ય્ઁજીઝ્ર દ્વારા સંપૂર્ણ પારદર્શિતાથી મેરિટના આધારે કરવામાં આવે છે તેમ, પંચાયત રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ દ્વારા પુછાયેલા પ્રશ્ન અન્વયે પ્રત્યુતર આપતા જણાવ્યું હતું.
મંત્રી બચુભાઈ ખાબડે આ અંગે પૂછાયેલા પેટા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે આ ઉપરાંત તાલુકામાં પંચાયતમાં નિયત નિયમ મુજબ ટીડીઓની ભરતી બઢતીથી પણ કરવામાં આવે છે. જેમાં ફિડર કેડરમાં ફરજ બજાવતા નાયબ ્‌ર્ડ્ઢં, નાયબ ચિટનીશ, વિસ્તરણ અધિકારી વગેરેને બઢતી આપીને ્‌ર્ડ્ઢં તરીકે નિમણૂક આપવામાં આવે છે.
અમદાવાદ જિલ્લામાં ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ની સ્થિતિએ તાલુકા વિકાસ અધિકારી- ્‌ર્ડ્ઢંની મંજૂર થયેલી તમામ ૯ જગ્યાઓ ભરાયેલી છે તેમ મંત્રીશ્રીએ વિગતો આપતા ગૃહમાં ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *