National

છત્તીસગઢના દંતેવાડામાં નક્સલવાદીઓ ૫૦ કિલોનો ૈંઈડ્ઢ બ્લાસ્ટ કર્યો તે બ્લાસ્ટનો અવાજ દોઢ કિમી સુધી સંભળાયો

દંતેવાડા
છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં છેલ્લા ૪ દિવસથી નક્સલવાદીઓ ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના જવાનોના વાહનને ઉડાવી દેવાની તૈયારી કરી રહ્યા હતા. નક્સલવાદીઓએ બુધવારે બપોરે ૧ઃ૩૦થી ૨ઃ૦૦ વાગ્યાની વચ્ચે અરનપુર-સમેલીમાં ૫૦ કિલોનો ૈંઈડ્ઢ બ્લાસ્ટ કર્યો હતો, જેમાં ૧૦ પોલીસકર્મી શહીદ થયા હતા અને એક ડ્રાઈવર શહીદ થયો હતો. બ્લાસ્ટનો અવાજ લગભગ દોઢ કિમી સુધી સંભળાયો હતો. સૈનિકો અને વાહનના ટુકડાઓ ઊડીને ૬૦-૭૦ મીટર દૂર સુધી પડ્યા હતા. સુરક્ષા દળોના બે અલગ અલગ કેમ્પ વચ્ચે નક્સલવાદીઓની નાની ટીમે આ હુમલો કર્યો હતો. ડીઆરજીની પ્લાટૂન નંબર ૧, જેને નક્સલવાદીઓએ નિશાન બનાવ્યું હતું, તે દંતેવાડાની સૌથી મજબૂત ટીમ હતી. એમાં આત્મસમર્પણ કરનારા નક્સલવાદીઓ પણ આમાં હાજર હતા અને તેથી આવી ટીમોથી નક્સલવાદીઓને સૌથી વધુ જાેખમ હોય છે. નક્સલવાદીઓના ડિવિઝનલ કમિટી મેમ્બર જગદીશ છેલ્લા ૪ દિવસથી કકાડી, નહાડી, ગોંડેરાસનાં જંગલોમાં માઓવાદીઓની બેઠક કરી રહ્યા હતા. જગદીશ સાથે લગભગ ૩૦થી ૩૫ સશસ્ત્ર માઓવાદીઓ પણ હાજર હતા. જેઓ ટીસીઓસી દરમિયાન કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માટે વ્યૂહરચના ઘડી રહ્યા હતા. દંતેવાડા પોલીસને ઈન્ટેલિજન્સ તરફથી નક્સલવાદીઓની હાજરીની માહિતી મળી હતી. દંતેવાડા પોલીસ અધિકારીઓ ઓપરેશન પર જવાનોને મોકલવા માટે વરિષ્ઠ અધિકારીઓ પાસેથી પરવાનગી માગી રહ્યા હતા, જાેકે મંજૂરી મળતાં ૨ દિવસ લાગ્યા હતા. ત્યાર બાદ મંગળવારે જવાનોને ઓપરેશન પર મોકલવા માટે લીલી ઝંડી મળી હતી. એ બાદ ૨૫ એપ્રિલે દંતેવાડા ડીઆરજીની સમગ્ર ૬ ટીમને નક્સલ ઓપરેશન પર મોકલવામાં આવી હતી, જેમાં ૩૦૦થી વધુ જવાનો સામેલ હતા. ૨૫ એપ્રિલે સાંજે ૬થી ૭ વાગ્યાની વચ્ચે જવાનોને મોટાં વાહનોમાં અલગ-અલગ સ્થળોએ ઉતારવામાં આવ્યા હતા, જેથી નક્સલવાદીઓને ચારેબાજુથી ઘેરી શકાય. આ પૈકી ડીઆરજીની પ્લાટૂન નંબર ૧ને અરનપુરના જંગલમાં છોડવામાં આવી હતી. અહીંથી જ નક્સલવાદી કમાન્ડર જગદીશને ઘેરવા માટે જવાનો રાત્રે જ જંગલમાં ઘૂસી ગયા હતા. નક્સલવાદીઓને મોટા વાહનમાં જવાનોને જંગલમાં છોડી દેવાના સમાચાર મળ્યા હતા. નક્સલવાદીઓ પહેલાંથી જ સતર્ક હતા. ૨૬ એપ્રિલની સવારે જેવા જ જવાનો નક્સલવાદીઓનાં ઠેકાણાં પર પહોંચ્યાં કે તરત જ બંને તરફથી ગોળીબાર થયો. જાેકે નક્સલવાદી કમાન્ડર જગદીશને પોલીસ ઘેરી ન શકી અને તે ફરાર થઈ ગયો. અધિકારીઓની સૂચના બાદ તમામ જવાનો જંગલ છોડીને જિલ્લા મુખ્યાલય પરત ફર્યા હતા. આમાં ડીઆરજીની પ્લાટૂન નંબર ૧ અરનપુર પહોંચી હતી. જવાનોને લેવા ગાડીઓ ગઈ છે, તેવી નક્સલવાદીઓને બાતમી મળી ગઈ હતી. નક્સલવાદીઓ જાણતા હતા કે સૈનિકો મોટા વાહનમાં આવ્યા છે, તેથી તેઓ એ જ વાહનમાં જશે, તેથી સૈનિકોથી ભરેલા વાહનને નિશાન બનાવવાની રણનીતિ બનાવવામાં આવી હતી. આ ઘટનાને અંજામ આપવાની જવાબદારી નક્સલવાદીઓની સ્મોલ એક્શન ટીમને સોંપવામાં આવી હતી. ભાસ્કરનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, અરનપુર-સમેલી કેમ્પ વચ્ચે જ્યારે રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જ નક્સલવાદીઓએ કમાન્ડ આઇઇડી લગાવી દીધું હતું. રસ્તાથી જંગલ તરફના લગભગ ૭૦થી ૮૦ મીટર લાંબા વાયરો પાથરી દેવામાં આવ્યા હતા.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *