National

જમીન-કૌભાંડ કેસમાં હવે સીબીઆઇએ બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને સમન્સ પાઠવ્યું

પટણા
નોકરીના બદલામાં જમીનના મામલામાં ઈડ્ઢના લાલુ પ્રસાદ યાદવના પરિવારના સભ્યોના ઘરેથી દરોડા પાડી રહ્યા છે. ત્યારે આ દરોડામાં લાખો રૂપિયાની રોકડ અને ઘરેણાં મળી આવ્યા છે. કહેવાય છે કે લાલુના પરિવારના ઘરેથી ૫૩ લાખ રૂપિયા રોકડા, યુએસ ડોલર, ૫૪૦ ગ્રામ સોનાના સિક્કા, ૧.૫ કિલો સોનાના ઘરેણા પણ મળી આવ્યા છે.ત્યારે હવે પ્રાપ્ત માહિતી અનુસાર સીબીઆઈએ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને જમીન-નોકરીના કેસમાં સમન્સ મોકલ્યા છે. એવું કહેવાય છે કે હજુ પણ તપાસ એજન્સી દ્વારા મોકલવામાં આવેલા આ સમન્સમાં તેજસ્વી યાદવને જમીનના બદલામાં નોકરીના મામલામાં પૂછપરછ કરવામાં આવશે. જમીન-નોકરીમાં લાલુઅને તેમનો પરિવાર સકંજામાં આવ્યો છે. ત્યારે લાલુના પરિવારમાંથી ૩૦ કિલોથી વધુ સોનાના દાગીના અને ેંજીઇં ૯૦૦ પણ રિકવર કરવામાં આવ્યા છે. હવે લાલુના નજીકના લોકો અને તેમના પરિવારના સભ્યોના ઘર પર ઈડ્ઢના દરોડા પર પણ રાજકારણ ગરમાયું છે. લાલુ પ્રસાદ યાદવ અને જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલન સિંહે આ કેસમાં ઈડ્ઢના દરોડા પર ટ્‌વીટ કરીને કેન્દ્ર સરકાર પર તેમને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે સીબીઆઈએ હવે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને જમીન-નોકરીના કેસમાં સમન્સ મોકલ્યા છે અને હવે આ મામલે તેજસ્વી યાદવ સાથે પૂછપરછ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ કેસમાં લાલુ પ્રસાદ યાદવ, રાવડી દેવી અને તેમની બે પુત્રીઓ સહિત ૧૬ આરોપીઓને ૧૫ માર્ચે કોર્ટમાં હાજર થવાનું છે. તમને એ પણ જણાવી દઈએ કે સીબીઆઈની ટીમે નોકરી માટે જમીન કેસમાં રાબડી દેવી અને લાલુ યાદવની પૂછપરછ કરી છે. જમીનના બદલામાં રેલવેમાં નોકરી આપવાના મામલામાં સીબીઆઈ અને ઈડીની ટીમ સતત દરોડા પાડી રહી છે. આ દરોડામાં ઈડી અને સીબીઆઈ લાલુ પ્રસાદ યાદવના પરિવાર અને નોકરી લેનારાઓ અને કેસમાં આરોપીઓ પર સતત દરોડા પાડી રહી છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહેલા આ દરોડા પર હવે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. જનતા દળ યુનાઈટેડના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહે તેને કેન્દ્ર સરકાર દ્વારા બદલો અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા વિરોધીઓની હેરાનગતિ ગણાવી છે. સાથે જ લાલુ પ્રસાદ યાદવે પણ ટિ્‌વટ કરીને આ માટે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને જવાબદાર ઠેરવ્યા છે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *