National

ડાન્સ કરતી મહિલા પર નોટો વરસાવતા કોંગ્રેસના નેતાનો વીડિયો થયો વાયરલ

બેગુલુરું
કર્ણાટકમાં એક લગ્ન સમારોહમાં ડાન્સ કરી રહેલી એક મહિલા પર કોંગ્રેસ નેતા નોટો વરસાવતા વીડિયોને લઈને રાજકારણ ગરમાયું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. આ અંગે પ્રતિક્રિયા આપતા ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ)એ કહ્યું કે, તે કોંગ્રેસની સંસ્કૃતિને બતાવી રહ્યા છે અને કોંગ્રેસે આ શરમજનક ઘટના માટે માફી માંગવી જાેઈએ. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કર્ણાટકના હુબલીમાં કોંગ્રેસના નેતા શિવશંકર હમ્પન્ના એક મહિલા ડાન્સરની બાજુમાં ડાન્સ કરતા અને તેના પર નોટ ફેંકતા જાેવા મળી શકે છે. આ ઘટના કર્ણાટકના ધારવાડ જિલ્લામાં એક લગ્ન સમારોહ દરમિયાન હલ્દીની છે. આ વીડિયો પર કોંગ્રેસની પ્રતિક્રિયા હજુ સુધી સામે આવી નથી, પરંતુ ભાજપે આ અંગે કડક વલણ અપનાવ્યું છે અને કોંગ્રેસ પર સતત સવાલો કરી રહી છે. વીડિયો પર પ્રતિક્રિયા આપતા કર્ણાટક બીજેપીના મહાસચિવ મહેશ તેંગિનકાઈએ કહ્યું કે, આ ઘટના અત્યંત શરમજનક છે. તેને આ અંગેની માહિતી ટીવી દ્વારા મળી હતી. મહેશ ટેંગિનકાઈએ કહ્યું કે, ‘હું આ અંગે સ્પષ્ટ કહીશ, એક છોકરી ડાન્સ કરે છે અને તેના પર પૈસા ફેંકવામાં આવે છે. આ લોકો પૈસાની કિંમત નથી જાણતા. આવા ઉદાહરણો બતાવે છે કે, કોંગ્રેસનું કલ્ચર શું છે અને આપણે પહેલા પણ ઘણી વખત જાેયું છે. હું તેની નિંદા કરું છું. કોંગ્રેસે આ તરફ ધ્યાન આપવું જાેઈએ. આ સાથે જ બીજેપી પ્રવક્તા રવિ નાઈકે પણ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, ‘તે આ છોકરીઓને શું સન્માન આપે છે, આ મારો એક જ સવાલ છે. એવું લાગે છે કે, આ એક સંસ્કૃતિ છે જે ફક્ત કોંગ્રેસ પાસે છે. કારણ કે લગ્નના સ્થળે છોકરીઓ પર પૈસા ફેંકવાની સંસ્કૃતિ છે. માત્ર કોંગ્રેસ જ સમજાવી શકે છે. તેમણે કહ્યું કે રાજકીય પક્ષના નેતા માટે ચૂંટણી નજીક આવીને “આ રીતે વર્તવું” તે “સંપૂર્ણપણે ખોટું” છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ કાર્યકર્તાએ તરત જ મહિલાની માફી માંગવી જાેઈએ અને આ ઘટના ‘મહિલાઓ માટે સંપૂર્ણ રીતે અનાદર’ છે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *