ચેન્નાઇ
તમિલનાડુમાં કિસાનો દ્વારા દુધની ખરીદ કિમતોને વધારવાને લઇ અચોક્કસ મુદ્તની પડતાળ કરવામાં આવી રહી છે.ડેરીની કીમતોમાં વધારાની માંગને લઇ તમિલનાડુમાં અલગ અલગ સ્થાનો પર વિરોધ પ્રદર્શન જાેવા મળી રહ્યાં છે.ગત દિવસોમાં ઇરોડમાં કિસાનો દ્વારા દુધને માર્ગ પર ફેંકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.જયારે હવે મદુરૈના ઉસિલામપટ્ટીમાં ડેયરી પ્રોડકટને કિસાનોએ રોડ પર ફેંકી દીધા તેની વીડિયો સોશલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તમિલનાડુ મિલ્ક પ્રોડ્યૂસર્સ વેલફેયર એસોસિએશને તમિલનાડુ સરકારથી માંગ કરી છે કે તમિલનાડુ સરકારની આધિન કામ કરનાર આવિન દ્વાર ખરીદવામાં આવેલ દુધની ખરીદ મૂલ્યમાં સાત રૂપિયા પ્રતિલીટરનો વધારો કરવો જાેઇએ યુનિયનના અધ્યક્ષ રાજેન્દ્રને જાહેરાત કરી હતી કે જાે દુધોના ખરીદ મૂલ્યોમાં વધારો કરવામાં આવશે નહીં તો અચોક્કસ મુદ્ત પર દુધની હડતાળ પાડવામાં આવશે. તેમણે જાહેરાત કરી હતી કે જાે અમારી માંગોને પુરી કરવામાં આવશે નહીં તો તે આવિનની કંપનીને દુધ આપ્યા વિના હડતાળ પર ચાલ્યા જશે. યુનિયન દ્વારા કરવામાં આવેલ જાહેરાત બાદ ડેરી મંત્રી નાસિરે ચેન્નાઇના મુખ્ય સચિવાલયમાં મુખ્યમંત્રી સ્ટાલિનથી વાતચીત કરી અને ચર્ચા વિચારણા કરી હતી ત્યારબાદ દુધ ઉત્પાદન સંધના પ્રતિનિધિઓથી પણ મંત્રી નાસિરે વાત કરી હતી.પરંતુ આ વાતચીતમાં કોઇ પરિણામ આવ્યું ન હતું. આવામાં તમિલનાડુમાં હવે વ્યાપક સ્તર પર વિરોધ પ્રદર્શન જાેવા મળી રહ્યાં છે.દુધ ઉત્પાદકોએ આવિનથી દુધ ખરીદવાનું બંધ કરી દીધુ છે અને તે માર્ગો પર પોતાનું દુધ ફેંકી વિરોધ વ્યકત કરી રહ્યાં છે.એ યાદ રહે કે આ કારણે તમિલનાડુના અલગ અલગ ભાગોમાં દુધ ઉત્પાદકો દ્વારા કરવામાં આવી રહેલ વિરોધના કારણે દુધના પુરવઠામાં પણ અવરોધ ઉભો થઇ રહ્યો છે.
