National

તલાકશુદા મુસ્લિમ મહિલા બીજીવાર લગ્ન સુધી ભરણ પોષણની હકદાર ઃ અલ્હાબાદ હાઇકોર્ટ

અલ્હાબાદ
અલ્હાબાદ હાઇકોર્ટે માન્યુ છે કે એક તલાકશુદા મુસ્લિમ મહિલા પોતાના પૂર્વ પતિથી ત્યાં સુધી ભરણ પોષણની હકદાર છે જયાં સુધી કે તે બીજા લગ્ન ન કરી લે. હાઇકોર્ટે નીચલી અદાલતના તે આદેશને રદ કરી દીધો છે જેમાં ભરણ પોષણ ભથ્થાના વળતર માટે એક નિર્ધારિત સમય સીમા નક્કી કરવામાં આવી હતી.ન્યાયમૂર્તિ સૂર્ય પ્રકાશ કેસરવાની અને ન્યાયમૂર્તિ મોહમ્મદ અઝહર હુસૈન ઇદરીસીની બેંચ એક મુસ્લિમ મહિલા જાહિદા ખાતુનથી જોડાયેલ એક મામલાની સુનાવણી કરી રહી હતી જેમાં પતિ નરૂલ હકે ૧૧ વર્શના લગ્ન બાદ વર્ષ ૨૦૦૦માં તેને તલાક આપી દીધા હતાં. અલ્હાબાદ હાઇકોર્ટે ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ ગાજીપુર ફેમિલી કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિના નિર્ણયને રદ કરી દીધો જેમાં કહેવામાં આવ્યું હતું કે અપીલકર્તા જાહિદા ખાતુન ઇદ્દતની મુદ્‌ત માટે ભરણ પોષણની હકદાર હતી જેને તલાકની તારીખથી ત્રણ મહીના અને ૧૩ દિવસના રૂપમાં પરિભાષિત કરવામાં આવી હતી હાઇકોર્ટે કહ્યું કે અમે એ કહેવામાં કોઇ હિચકિચાહટ નથી કે મુખ્ય ન્યાયાધીશ પરિવાર અદાલત ગાઝીપુરે કાનુનની એક ત્રુટિ કરી છે કે અપીલકર્તા ફકત ઇદ્દતની મુદ્‌ત માટે સારસંભાળનો હકદાર છે. હાઇકોર્ટે કહ્યું કે નીચલી અદાલતે ડેનિયલ લતીફી અને અન્ય વિરૂધ્ધ ભારત સંધ (૨૦૦૧)ના મામલામાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને ખોટી સમજી જે એ કહે છે કે એક મુસ્લિમ પતિ તલાકશુદા પત્નીના ભવિષ્ય માટે યોગ્ય જાેગવાઇ કરવા માટે જવાબદાર છે.તેમાં સ્પષ્ટ રીતે તેનો સારસંભાળ પણ સામેલ છે. આવી યોગ્ય જાેગવાઇ (સારસંભાળ) જે ઇદ્‌તથી આગળ સુધી ફેલાયેલો છે.હાઇકોર્ટે ત્યારબાદ મામલાને પાછો સક્ષમ અદાલતને મોકલી દીધો જેથી ત્રણ મહીનાની અંદર સારસંભાળની રકમ અને પતિ દ્વારા કાનુન અનુસાર અપીલકર્તાને સંપત્તિઓની વાપસીનો નિર્ધારણ કરી શકાય છે. એ યાદ રહે કે આ મામલામાં જાહિદા ખાતુને ૨૧ મે ૧૯૮૯ હકથી લગ્ન કર્યા હતાં તે સમયે હક કાર્યરત ન હતો પરંતુ બાદમાં રાજય ટપાલ વિભાગમાં સેવામાં સામેલ થઇ ગયો અને તેણે ૨૮ જુન ૨૦૦૦ના રોજ જાહિદને તલાક આપી દીધા અને ૨૦૦૨માં બીજી મહિલા સાથે લગ્ન કરી લીધા

Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *