National

તાંત્રિકે ૧૦૦ મહિલાઓ સાથે બળાત્કાર ગુજાર્યો, ધરપકડ કરી અને કોર્ટે તેને દોષિત ઠેરવ્યો

ફતેહાબાદ
અધિક જિલ્લા અને સેશન્સ જજ અને ફાસ્ટ ટ્રેક કોર્ટના ન્યાયાધીશ બળવંત સિંહે તંત્ર-મંત્રના બહાને મહિલાઓને નશો કરાવીને તેમના પર બળાત્કાર ગુજારનાર જલેબી બાબાને સજા ફટકારી છે. જલેબી બાબાને બે મહિલાઓ પર બળાત્કારનો દોષી ઠેરવતા અને પોસ્કો એક્ટના એક કેસમાં કોર્ટે તેને ૧૪ વર્ષની, બળાત્કારના કેસમાં સાત-સાત વર્ષની અને આઈટી એક્ટમાં પાંચ વર્ષની સજા ફટકારી હતી, જ્યારે તેને ૩૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડ ન ભરે તો વધુ બે વર્ષની સજા ભોગવવી પડશે. બધી સજા એકસાથે ચાલશે. નોંધનીય છે કે જુલાઈ ૨૦૧૮માં બાબાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે એક મહિલા પર રેપ કરતો જાેવા મળ્યો હતો. વીડિયો વાયરલ થતાં જ ટોહાનામાં વિરોધ થવા લાગ્યો અને લોકોએ બાબાનો વિરોધ શરૂ કરી દીધો. ૧૯ જુલાઈ, ૨૦૧૮ ના રોજ, ટોહાના શહેર પોલીસ સ્ટેશનના તત્કાલિન ઈન્ચાર્જ પ્રદીપ કુમારની ફરિયાદ પર ટોહાના પોલીસે બાબા અમર પુરી ઉર્ફે બિલ્લુરામ ઉર્ફે જલેબી બાબા વિરુદ્ધ બળાત્કાર, પોસ્કો એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. આ પછી પોલીસે આરોપી બાબાની ધરપકડ કરી અને તેના કહેવા પર તેના ઘરેથી અફીણ, પિસ્તોલ અને અન્ય વાંધાજનક વસ્તુઓ મળી આવી. પોલીસે બાબાનો ૧૦૦ જેટલી મહિલાઓ સાથે સંબંધ હોવાનો વીડિયો પણ કબજે કર્યો હતો. તેને ૫ જાન્યુઆરીએ કોર્ટે દોષિત ઠેરવ્યો હતો.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *