National

તારાપુરના મોરજ પ્રાથમિક શાળામાંથી લેપટોપ ચોરાયું, આચાર્યને ત્રણ શખ્સો પર શંકા, પોલીસે તપાસ હાથ ધરી

તારાપુર
તારાપુર તાલુકાના મોરજ ગામે આવેલી પ્રાથમિક શાળામાં ત્રાટકેલા તસ્કરો લેપટોપની ચોરી કરી ભાગી ગયાં હતાં. આ અંગે તારાપુર પોલીસે ગુનો નોંધ્યો હતો. મોરજ પ્રાથમિક શાળામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કોમ્પ્યુટર લેબ આપવામાં આવી હતી. તેના ફિટીંગ માટે પરીન ફર્નિચરના ત્રણ માણસો સવારના શાળા પર આવ્યાં હતાં. તેઓને કોમ્પ્યુટર લેબ બનાવી હતી. જાેકે,સાંજે તેઓએ શાળા છુટવાના સમયે બીજી શાળામાં ફિટીંગ માટે જવાનું છે. તેમ કહી સોમવાર સુધી ઉતારો માંગ્યો હતો. આથી, તેમને ધો.૭ (બ)ની રૂમમાં ઉતારો આપ્યો હતો. જે બાદ ૧૩મી ફેબ્રુઆરીના રોજ ત્રણેય શખસ ત્યાંથી જતાં રહ્યાં હતાં. મહત્વનું છે કે આ દરમિયાનમાં શિક્ષિકા હેમલબહેને જાેયું તો ૭ (બ)ના રૂમમાં મુકેલું લેપટોપ ગાયબ હતું. આમ, ૧૧મી ફેબ્રુઆરીથી ૧૩મી ફેબ્રુઆરી દરમિયાન કોઇ શખસ લેપટોપ કિંમત રૂ.૩૦ હજારની ચોરી કરી લઇ ગયો હતો. આ લેપટોપ ત્રણ દિવસ રોકાયેલા ત્રણ શખસ લઇ ગયા હોવાનો શક આચાર્યએ વ્યક્ત કર્યો હતો. આખરે આ અંગે તારાપુર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *