National

તેલંગાણાના મેડકમાં રંગ લગાવવાથી મામલો બગડ્યો, ગુસ્સામાં છાંટી દીધું પેટ્રોલ અને… લગાવી દીધી આગ!..

હૈદરાબાદ
તેલંગાણાના મેડક જિલ્લામાં રંગ નાખવાથી વ્યક્તિને આગ લગાવી દેવાની ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, એક વ્યક્તિએ કથિત રીતે રંગ છાંટવા પર બીજા વ્યક્તિને આગ લગાવી દેવામાં આવી. પોલીસ અધિકારીએ આ જાણકારી આપી હતી. પીડિતની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના મંગળવારે હોળી સમારોહ દરમિયાન રેગોડે મંડળના મારપલ્લી ગામમાં થઈ. આ ઘટનાને લઈને ગામના લોકો ખૂબ હેરાનીમાં છે. પોલીસના જણાવ્યા મુજબ, પીડિતે આરોપીને રંગ ન લગાવવાની અપીલ કરી હતી, પરંતુ આરોપીએ તેના પર રંગ લગાવી દીધો અને પછી તેના પર ગુસ્સે થઈ ગયો.ત્યારબાદ આરોપીએ કથિત રીતે પીડિત પર પેટ્રોલ નાખ્યું અને આગ લગાવી દીધી. પોલીસે કહ્યું કે, પીડિત ગંભીર રૂપે ડાઝી ગયો છે અને હૈદરાબાદની એક હૉસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી રહી છે. કેસ નોંધીને આરોપીને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે. આગળની તપાસ ચાલી રહી છે. બીજી તરફ મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં મંગળવારે હોળી રમ્યા બાદ પોતાના મિત્રો સાથે નદી પર ગયેલા એન્જિનિયરિંગનો ૨૧ વર્ષીય વિદ્યાર્થી નદીમાં ડૂબી ગયો. એક અધિકારીએ જણાવ્યું કે, જલગાંવનો રહેવાસી જયદીપ પાટિલ તલેગાંવ દાભાડેની ડી.વાઇ. પાટીલ કોલેજમાં ત્રીજા વર્ષનો વિદ્યાર્થી છે. તે ૧૦ અન્ય મિત્રો સાથે તહેવાર મનાવ્યાં બાદ રંગ ધોવા માટે પાસેની ઇન્દ્રાણી નદીમાં ગયો હતો. તલેગાંવ એમઆઇડીસી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, તેના મિત્ર નદી કિનારે હતા. ત્યાં જયદીપ પાટીલ ઊંડા પાણીમાં જતો રહ્યો અને પોતાનું સંતુલન ગુમાવી દીધું. તેના મિત્રોએ બૂમાબૂમ કરી, ત્યારબાદ બચાવ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું. બપોરે લગભગ ૨ઃ૩૦ વાગ્યે તેનું શબ બહાર કાઢવામાં આવ્યું. ડૂબવાની અન્ય એક ઘટના મુંબઈના જુહુ સમુદ્ર કિનારાથી દૂર અરબ સાગરમાં ૩૦ વર્ષીય વ્યક્તિનું મોત થઈ ગયું. તો દિલ્હીમાં હોળીના દિવસે મોટી ઘટના બની ગઈ. અહીં બે જૂથો વચ્ચે ઝઘડો થઈ ગયો. ત્યારબાદ મામલો એટલો વણસી ગયો કે છરો મારવાનું શરૂ થઈ ગયું. આ દરમિયાન વચ્ચે બચાવ કરવા આવેલા લોકો પર પણ છરા વડે હુમલો કરવામાં આવ્યો. રિપોર્ટ્‌સ મુજબ, આ હુમલામાં ૨ લોકોના મોત થઈ ગયા, જ્યારે લગભગ ૫ લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા. દિલ્હી આઉટરના ડીસીપી હરેન્દ્ર સિંહે જણાવ્યું કે, પીસીઆરને બપોરે ૧ઃ૩૬, ૧ઃ૪૨ અને ૧ઃ૪૭ વાગ્યે ફોન પર જાણકારી આપવામાં આવી કે મૂંડકાના ફ્રેન્ડ એન્કલેવ મૂંડકાની ગલી નંબર-૭ના મકાન નંબર ડી-૧૫એમાં ઝઘડો થઈ ગયો, જેનાથી એક વ્યક્તિનું મોત થઈ ગયું અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *