National

પાકિસ્તાને ૧૯૮ ભારતીય માછીમારોને કર્યો જેલ મુક્ત, હજુ કેદ છે ૪૬૭ માછીમારો

ઇસ્લામાબાદ
પાકિસ્તાને ૧૯૮ ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે. આ માછીમારો બે દિવસમાં વેરાવળ પહોંચશે. ૧૯૮માંથી ૧૮૩ ગુજરાતના છે. પાકિસ્તાને ૧૯૮ ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે. આ માછીમારો બે દિવસમાં વેરાવળ પહોંચશે. ૧૯૮માંથી ૧૮૩ ગુજરાતના છે. તમામ માછીમારો કરાંચીથી વાઘા બોર્ડર જવા રવાના થઈ ગયા છે. ત્યાંથી ટ્રેન મારફતે વેરાવળ લવાશે. જાે કે ચિંતાજનક બાબત એ છે કે હજું પણ ૪૬૭ માછીમારો પાકિસ્તાન જેલમાં કેદ છે તો ૧૧૬૯ બોટ પણ પાકિસ્તાનના કબ્જામાં છે. ઉલ્લેખનિય છે કે, ગાંધીનગર ખાતે કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મત્સ્યોદ્યોગ વિભાગની સમીક્ષા બેઠક યોજાઇ હતી. મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના માછીમારો સ્વસ્થ રીતે માછીમારી કરી શકે અને માછીમારી કરીને આર્થિક રીતે સધ્ધર થાય તેમજ રાજયના મત્સ્ય ઉત્પાદન વધારો થાય તેવા નેક ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓનો લાભ લઇ આજે રાજ્યના અનેક માછીમારો આર્ત્મનિભર બન્યા છે. રાજ્યના વધુમાં વધુ માછીમારો સુધી રાજ્ય સરકારની તમામ યોજનાઓનો લાભ પહોચે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી મત્સ્યોદ્યોગ ખાતા સાથે જાેડાયેલા દરેક વ્યક્તિની છે.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *