પુણે
પુણેથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડની બાળકીને ગરમ પાણીની ડોલમાં ડુબાડીને મારી નાખી હોવાની ઘટના બની છે. મહત્વનુ છે કે, આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી વ્યક્તિના મહિલા સાથેના સંબંધો હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, આરોપી વ્યક્તિની ઓળખ ખેડના રહેવાસી વિક્રમ શરદ કોલેકર તરીકે થઈ છે. મૃતક બાળકની માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિક્રમ શરદ કોલેકર વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, આરોપી વિક્રમ શરદ કોલેકરના મહિલા સાથે સંબંધો પણ હતા જેના પરિણામે આ અંજામ આવ્યો છે. પોલીસની માહિતી અનુસાર, ૬ એપ્રિલના રોજ આરોપી વિક્રમ શરદ કોલેકર ખેડ સ્થિત મહિલાના ઘરે ગયો હતો. દરમિયાન તેણે મહિલાના બાળકને ઉપાડીને ઉકળતા પાણીમાં ડુબાડી દેતાં બાળકનું મોત થયું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે મહિલા તેના બાળકને આરોપી સાથે મૂકીને બહાર ગઈ હતી. જ્યારે મહિલા ઘરે પરત આવી ત્યારે તેણે બાળકીને બેભાન જાેયુ. જ્યારે આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. મહિલાએ બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. બાળકની ગંભીર હાલત થઈ હતી. લગભગ ૧૫ દિવસ બાદ મહિલાના બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું.પોલીસને આપેલી માહિતીમાં મહિલાએ જણાવ્યું કે, મહિલા તેના પતિથી અલગ રહે છે. વિક્રમે તેની હત્યા કરી કારણ કે તે તેના લગ્નથી નાખુશ હતો. પોલીસે જણાવ્યું કે, આરોપી મહિલા અને તેની બહેનને મારી નાખવાની અને નુકસાન પહોંચાડવાની ધમકી આપતો હતો. આરોપી વિક્રમની પોલીસે ધરપકડ કરી લીધી છે. બાળકની હત્યા પાછળનો હેતુ જાણવા પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. પોતે કરેલી ભૂલની સજા નાના બાળકને આપવાની વિકૃત માનસિકતા ધરાવતા લોકો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
