National

પૂર્વ પોપ બેનેડિક્ટનું ૯૫ વર્ષની ઉંમરમાં થયું નિધન, છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા

વેટિકન સિટી
પોપ એમેરિટસ બેનેડિક્ટ ૧૬માંનું ૯૫ વર્ષની ઉંમરે નિધન થયું છે. વેટિકને તેની પુષ્ટિ કરી છે. ૨૦૧૩ સુધી તેઓ પોપ હતા. પોપ બેનેડિક્ટ બાદ પોપ ફ્રાન્સિસ આવ્યા છે, જે વર્તમાનમાં પણ છે. પોપ બેનેડિક્ટે આઠ વર્ષથી વધુ સમય સુધી દુનિયાભરમાં કેથોલિક ચર્ચનું નેતૃત્વ કર્યું હતું. ૨૦૧૩માં તેમણે રાજીનામુ આપ્યું હતું. ૬૦૦ વર્ષના ઈતિહાસમાં તેઓ રાજીનામું આપનાર પ્રથમ પોપ હતા. તેમની પહેલા વર્ષ ૧૪૧૫માં માત્ર પોપ ગ્રેગરી ૧૨માં હતા, જેમણે પોતાનું રાજીનામુ આપ્યું હતું. પોપ બેનેડિક્ટથી પહેલા પોપ જાેન પૌલ દ્વિતીય હતા જેમનો કાર્યકાળ તેમના નિધનની સાથે ૨ એપ્રિલ ૨૦૦૫માં પૂર્ણ થયો હતો. પોપ બેનેડિક્ટે પોતાનો અંતિમ સમય વેટિકનના મેટર એક્લેસિયા મઠમાં પસાર કર્યો. તેમના ઉત્તરાધિકારી પોપ ફ્રાન્સિસે કહ્યુ કે, તે હંમેશા તેમને મળવા જતા હતા. વેટિકન તરફથી એક ટ્‌વીટમાં કહેવામાં આવ્યું- દુખની સાથે હું તમને જાણકારી આપુ છું કે પોપ એમેરિટસ બેનેડિક્ટ ૧૬માનું આજે સવારે ૯.૩૪ કલાકે વેટિકનના મેટર એક્લેસિયા મઠમાં નિધન થયું છે. આગળની જાણકારી જલદી આપવામાં આવશે. પોપ બેનેડિક્ટ લાંબી ઉંમરને કારણે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. આ પહેલા બુધવારે પોપ ફ્રાન્સિસે વેકિટન સભાગારમાં નવા વર્ષ પહેલાં પોતાના પરંપરાગત સંબોધન બાદ કહ્યું હતું કે પોપ બેનડિક્ટ ખુબ બીમાર છે. તેમણે લોકોને તેમના માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. પોપ બેનડિક્ટનો જન્મ જર્મનીમાં થયો હતો. ૨૦૦૫માં જ્યારે તેમણે પદ સંભાળ્યું હતું ત્યારે તેમની ઉંમર ૭૮ વર્ષની હતી. મ્મ્ઝ્ર ના રિપોર્ટ પ્રમાણે તેમના કાર્યકાળ દરમિયાન ઘણા વિવાદિત રિપોર્ટ સામે આવ્યા. આ વર્ષે તેમણે સ્વીકાર કર્યો હતો કે ૧૯૭૭ અને ૧૯૮૨ વચ્ચે મ્યૂનિખના આર્કબિશપ રહેવા દરમિયાન દુર્વ્યવહારના મામલાનો ઉકેલ લાવવામાં ભીલ થઈ. પોપ બેનેડિક્ટ ૧૬માંની માતૃભૂમિ બવેરિયામાં લોકોએ ગુરૂવારે સેવાનિવૃત્ત બિશપ માટે પ્રાર્થના કરી હતી. તે વેટિકન માટે જર્મની છોડ્યાના ૪૦ વર્ષ બાદ અને તેમના રાજીનામાના લગભગ ૧ દાયકા બાદ પણ આ ક્ષેત્રના લોકો વચ્ચે ખુબ લોકપ્રિય છે. જર્મનીના નાના શહેરથી માર્કટલ એમ ઇનના સેન્ટ ઓસવાલ્ડ ચર્ચમાં, ૯૫ વર્ષથી વધુ સમય પહેલા જાેસેફ રેત્જિંગર નામના એક ભવિષ્યના પોપના બપતિસ્મા (ઈસાઈ ચર્ચના વિધિવત સભ્ય બનવાના સંસ્કાર) થયા હતા.

Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *